મુંબઈ પોલીસે રિપબ્લિક મીડિયાના CEOની ધરપકડ કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈ પોલીસે રવિવારે ન્યુઝ ચેનલ રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખનચંદાનીની ધરપકડ કરી છે. આ ધરપકડ નકલી TRPના મામલામાં કરવામાં આવી છે. તેમને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ બે મહિલા આ સ્કેમનો ખુલાસો કર્યો હતો. રિપબ્લિક સિવાય બે મરાઠી ચેનલો બોક્સ સિનેમા અને ફકત મરાઠી પર પણ આરોપ હતા.

આ મામલામાં રિપબ્લિકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ(ડિસ્ટ્રીબ્યુશન) ધનશ્યામ સિંહને 5 ડિસેમ્બરના રોજ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ચેનલે આરોપ લગાવ્યો હતો કે પુછપરછ દરમિયાન તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. આ પહેલા રિપબ્લિક મીડિયા નેટવર્કે બોમ્બે હાઈકોર્ટેને એક ઈન્ટરીમ અરજી કરીને કહ્યું હતું કે ધનશ્યામ સિંહને કસ્ટડીમાં બેલ્ટથી મારવામાં આવ્યો હતો.

અરજીના જણાવ્યા મુજબ, એ વાત સ્પષ્ટ છે કે સિંહને ટોર્ચર કરવાનો પ્લાન પહેલેથી તૈયાર હતો. કસ્ટડી રૂમમાં પહેલેથી ટોર્ચર કરનારી ચીજો મૂકવામાં આવી હતી. આરોપ છે કે સીનિયર અધિકારીઓએ આ માટે આદેશ આપ્યો હતો. ધનશ્યામ સિંહ 9, 11, 20 અને 21 ઓક્ટોબરે મુંબઈ પોલીસ સમક્ષ રજૂ થયા હતા. તેમની 10 નવેમ્બરે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું- રિપબ્લિક ટીવીએ પૈસા આપીને TRP વધારી કમિશ્નર પરમબીર સિંહે જણાવ્યું હતું કે રિપબ્લિક ટીવી સહિત 3 ચેનલ પૈસા આપીને TRP વધારાવતી હતી. આ મામલામાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કમિશ્નરે કહ્યું હતું કે અમને મળી હતી કે ફેક પ્રોપેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તે પછી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી અને આ રેકેટનો ઘટસ્ફોટ કર્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.