મુકેશ અંબાણી અનંત-રાધિકાના લગ્નનું આમંત્રણ આપવા CM એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા 

ગુજરાત
ગુજરાત

દિલ્હી: દેશના ધનિક અને સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને લગ્નના કાર્ડ આપવાનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન મુકેશ અંબાણી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા અને તેમને પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણી અને એકનાથ સિંદેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી સાથે તેમનો પુત્ર અનંત અને થનારી વહૂ રાધિકા મર્ચન્ટ પણ હાજર હતી. મુકેશ અંબાણીએ સીએમની ખાસ મુલાકાત લીધી અને ફૂલોનો બુકે ઉપહાર તરીકે આપ્યો. આ તસવીરોમાં એકનાથ શિંદેનો પરિવાર પણ તેમની સાથે જોવા મળ્યો હતો. આ આમંત્રણ પરથી સ્પષ્ટ છે કે મુકેશ અંબાણીના નાના પુત્રના લગ્નમાં બોલિવૂડની મોટી હસ્તીઓ ઉપરાંત રાજકીય નેતાઓનો પણ જમાવડો જોવા મળી શકે છે.

આ તારીખે થશે બંનેનાં લગ્ન

અનંત-રાધિકાનું પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાયું હતું. ત્યારબાદ બીજી પ્રી-વેડિંગ સેરેમની ઈટાલીમાં થઈ હતી. જે 29મી મેથી શરૂ થઈને 1લી જૂને સમાપ્ત થઈ હતી. હવે આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.