MP: મજૂરી કરવા ગયેલાં પરિવારનાં ઘરમાં ઘૂસીને કર્યો 10 વર્ષની બાળકીનો બળાત્કાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના ખંડવામાં 10 વર્ષની સગીરા સાથે બળાત્કારની ઘટના સામે આવ્યો છે. શનિવારે માસૂમ ઘરમાં એકલી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી. પીડીતાનો પરિવાર કામે ગયો હતો. આ ઘટના ખંડવાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગણેશ તલાઈ વિસ્તારની છે.

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી બલીરામ ઉર્ફે નાના વિરુદ્ધ બળાત્કાર, પોક્સો અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ માસૂમને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેને મારી નાખીશ. જ્યારે સગીરનો પરિવાર મજૂર તરીકે કામ કરીને ઘરે પરત ફર્યો ત્યારે તેણે પરિવારના સભ્યોને તેની સાથે બનેલી ઘટનાં વિશે જાણ કરી. આ પછી બાળકીના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એફઆઈઆર નોંધાવી.

23 વર્ષીય આરોપી યુવક પીડિતાના પરિવારનો મિત્ર છે. તે પરિણીત છે તેમજ એક બાળકનો પિતા છે, જે મિકેનિક તરીકે કામ કરે છે. કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બલરામ સિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, આ ઘટના 5 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે બની હતી. પીડિતાને એકલી જોઈને આરોપી તેના ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો.

આ પછી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે પીડિતાના પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પીડિતાએ પોતાની સાથે બનેલી ઘટનાં વિશે કહ્યું હતું. ઘટના બાદ આરોપી બસમાં બેસીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને કોતવાલી પોલીસે મોબાઈલ લોકેશન અને બાતમીદારની માહિતીના આધારે ઈન્દોર જતા માર્ગ પરથી ચોરલથી પકડી પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.