નકલી લગ્ન કરીને 50થી વધુ પરિવારોને લૂંટનારી 9 દુલ્હનો અરેસ્ટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં રેકેટ ફેલાવ્યું હતું

પૂણે ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં સામેલ મહિલાઓ નકલી લગ્ન કરીને લોકોને લૂંટતી હતી. આ ગેંગની નવ મહિલાઓ અને બે પુરુષોને પોલીસે અરેસ્ટ કરી લીધા છે. અન્ય બીજા સાથીદારોની શોધ ચાલી રહી છે. જેમને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં 50થી વધુ પરિવારોમાં લગ્ન કર્યા અને તેમના ઘરેણા, પૈસા અને કિંમતી સામાન લૂંટીને ફરાર થઈ ગઈ.

ક્રાઈમ બ્રાંચની ટીમે જે મહિલાઓને પકડી છે તેની ઉંમર 22થી 35 વર્ષ વચ્ચે છે. પોલીસનું માનવું છે કે ગેંગની 12થી વધુ મહિલાઓ હાલ ફરાર છે. આ ગેંગે લગ્નના નામે નાસિક, પૂણે, સોલાપુર, ગુલબર્ગા, વાપી અને કોલ્હાપુરમાં લોકોને લૂંટ્યા છે.

પૂણે ગ્રામીણ પોલીસની સ્થાનિક ગુના શાખા એક વ્યક્તિ(ઓળખ ન આપવાની હોવાથી નામ નથી જાહેર કર્યું) પાસેથી દોઢ લાખ રૂપિયા લૂંટી જવાના મામલાની તપાસ કરી રહી હતી. પીડિતે જણાવ્યું કે, જ્યોતિ પાટિલ(35)લગભગ એક મહિના પહેલા તેમને મળી હતી. પોતાને એકલી અને ગરીબ કહીને લગ્નની રજુઆત કરી. તેમણે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન કરી લીધા. ગત સપ્તાહે પીડિત પરિવારે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી તો જ્યોતિના એક મિત્રની ખબર પડી. તેમણે જણાવ્યું કે, જ્યોતિ પહેલાથી જ લગ્નગ્રંથીએ જોડાયેલી છે અને તેને બે બાળકો પણ છે. પોલીસનું કહેવું છે કે જ્યોતિ જ ગેંગની લીડર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.