Monsoon Session: મોનસુન સત્રમાં મોદી 3.0 સરકાર લઈને આવી રહી છે આ 6 નવા બીલ, જાણો
સંસદનાં મોનસુન સત્ર 22 જુલાઈથી શરુ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન મોદી 3.0 સરકાર સંસદમાં છ નવા બીલ પેશ કરશે. આ નવા બીલમાં ફાઈનાન્સ બીલ, બોયલર્સ બીલ, ભારતીય વાયુયાન બીલ, ડિજાસ્ટર મેનેજમેન્ટ, કોફી પ્રમોશન અને ડેવલોપ્મેંટ બીલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલોપ્મેંટ બીલ સામેલ છે. નવા બીલોની સૂચના ગુરુવાર સાંજે લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાઈ છે અને બુલેટીનમાં પબ્લીશ કરવામાં આવી છે. મોનસુન સત્રશરુ થયા બાદ 23 જુલાઈએ સરકાર બજેટ રજુ કરશે.
તમેન જણાવી દઈએ કે મોનસુન સત્ર શરુ થયા પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદનાં એજન્ડાને સેટ કરવા માટે ‘કાર્ય મંત્રણા સમિતિ’ ની રચના કરી છે. કાર્ય મંત્રણા સમિતિમાં ઘણા દળોનાં નેતાઓને જગ્યા આપવામાં આવી છે. મોનસુન સત્ર 22 જુલાઈથી શરુ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે.
Tags india monsoon session Rakhewal