आज से ठीक 45 वर्ष पहले देश पर आपातकाल थोपा गया था। उस समय भारत के लोकतंत्र की रक्षा के लिए जिन लोगों ने संघर्ष किया, यातनाएं झेलीं, उन सबको मेरा शत-शत नमन! उनका त्याग और बलिदान देश कभी नहीं भूल पाएगा। pic.twitter.com/jlQVJQVrsX
— Narendra Modi (@narendramodi) June 25, 2020
મોદીએ કહ્યું-લોકશાહીની રક્ષાના લડવૈયાઓને નમન; શાહે કહ્યું-સત્તાની લાલચમાં એક પરિવારે ગરીબો પર અત્યાચાર કર્યા હતા
ઈન્દિરા ગાંધીના સમયમાં ૧૯૭૫માં લગાવાયેલી ઈમરજન્સીને આજે ૪૫ વર્ષ પુરા થઈ ગયા છે. ઈન્દિરા ગાંધીના સમય ૧૯૭૫માં લગાવાયેલી ઈમરજન્સીને આજે ૪૫ વર્ષ પુરા થઈ ગયા છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કટોકટીમાં દેશના લોકશાહીની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, તેમને નમન. દેશ તેમના ત્યાગ અને બલિદાનને ક્યારે નહીં ભૂલી શકે.
વડાપ્રધાન મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. શાહે કહ્યું કે, એક પરિવારે સત્તાની લાલચમાં દેશને કટોકટીમાં નાંખી દીધો હતો. રાતો રાત આખા દેશને જેલ બનાવી દેવાયો હતો. પ્રેસ, કોર્ટ અને બોલવાની આઝાદીને દબાવી દેવાઈ હતી. એ વખતે ગરીબો પર અત્યાચાર થયા હતા.
શાહે કહ્યું કે, લાખો લોકોના પ્રયાસો બાદ ઈમરજન્સી હટી અને લોકતંત્ર ફરી રાબેતા પ્રમાણે થયું હતું, પરંતુ કોંગ્રેસનું વલણ નહોતું બદલાયું. એક પરિવારના હિત, પાર્ટી અને દેશના હિતની ઉપર રાખવામાં આવ્યા. કોંગ્રેસમાં આજે પણ આવું જ થઈ રહ્યું છે.
શાહે એક મીડિયા રિપોર્ટ શેર કરતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પાર્ટીના સીનિયર નેતાઓએ ઘણા મુદ્દા ઉછાળ્યા હતા, પરંતુ તેમની વાત દબાવી દેવાઈ હતી. પાર્ટીના એક પ્રવક્તાને બહાર કાઢી મુકાયા. વાસ્તવિકતા તો એ છે કે કોંગ્રેસ નેતા હવે ગૂંગળામણ અનુભવી રહ્યા છે.