Missing Titanic Sub: પોતાની ડરામણી યાત્રાનો અનુભવ યુટ્યુબરે કર્યો શેર
ટાઈટેનિકનો કાટમાણ બતાવવા એટલાન્ટિક મહાસાગરમાં ગયેલી સબમરીન હજુ પણ ગુમ છે. ગુમ થયેલી સબમરીનમાં પાઈલટ સહિત કુલ પાંચ લોકો સવાર છે, જેઓ કદાચ હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જો કે ગુમ થયેલ સબમરીનની અંદરનો ઓક્સિજન થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે, પરંતુ શોધ ચાલુ છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે સબમરીન પર સવાર કેટલાક લોકો ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયા હોય. આ પહેલા પણ ઘણા પ્રવાસીઓ આ ડરામણી યાત્રાનો અનુભવ કરી ચુક્યા છે. બે વર્ષ પહેલા મેક્સીકન યુટ્યુબર અને અભિનેતા એલન એસ્ટ્રાડાએ પણ આ જોખમી મુસાફરીનો અનુભવ કર્યો હતો, જે તેમણે હવે શેર કર્યો છે.
એલન એસ્ટ્રાડા પોતાનો અનુભવ શેર કરતા કહે છે કે, રોઇટર્સના અહેવાલ મુજબ, એલન એસ્ટ્રાડાએ વર્ષ 2022માં ટાઇટેનિકનો કાટમાણ જોવા માટે સબમરીનમા મુસાફરી કરી હતી. આ સફર અંગે તેમણે કહ્યું કે, એકવાર અમારી સાથે પણ એવું બન્યું હતું કે, જ્યારે જહાજનો તેની સપાટી પરના સપોર્ટ શિપ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તે ખૂબ જ નર્વસ ક્ષણ હતી. જોકે, થોડી જ ક્ષણોમાં અમે સંપર્કમાં આવી ગયા હતા.
તેમણે કહ્યું કે, આ ડરામણી યાત્રાનો અનુભવ કરતા પહેલા એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાના હતા. તે વાંચે છે કે એટલાન્ટિક મહાસાગરના તળિયે ટાઇટન સબમર્સિબલ જેવા પ્રયોગ દરમિયાન મુસાફરીમાં સંકળાયેલા જોખમો માટે મુસાફરો પોતે જ જવાબદાર છે. તેમ છતાં તે સંભવિત જોખમો વિશે અગાઉથી વાકેફ હતો, તેણે દસ્તાવેજો પર સહી કરી હતી.
ગુમ થયેલી સબમરીનની સતત શોધ સાથે, તેમાં સવાર લોકોની સલામતી માટે આશાઓ અને પ્રાર્થનાઓ છે. એસ્ટ્રાડાએ આશા વ્યક્ત કરી કે જ્યાં સુધી પૂરતો ઓક્સિજન હશે ત્યાં સુધી ક્રૂ બચી જશે અને બચાવની રાહ જોશે. જો કે, સંકટની વાત એ છે કે, ઓક્સિજન ખતમ થવાનો છે. આવી સ્થિતિમાં ગુમ થયેલી સબમરીનમાં સવાર લોકોના બચવાની આશા ઘણી ઓછી છે.
આ ગુમ થયેલું જહાજ 6.7 મીટર લાંબુ, 2.8 મીટર પહોળું અને 2.5 મીટર ઊંચું છે. તેમાં 5 લોકો માટે 96 કલાક મળી રહે તેટલો ઓક્સિજન હોય છે. આ યાત્રામાં કુલ આઠ કલાકનો સમય લાગે છે. ચાર હજાર મીટર સમુદ્રમાં જવામાં બે કલાક, આવવાના બે કલાક અને ટાઇટેનિક જોવામાં ચાર કલાકનો સમય લાગે છે.