ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યા સંક્રમિત; આંધ્રપ્રદેશ અને ઓડિશામાં સૌથી વધુ દર્દી સાજા થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશનાં 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોનો રિકવરી રેટ 90%થી વધુ છે, એટલે કે આ રાજ્યોમાં 90%થી વધુ દર્દી સાજા થઈ ચૂક્યા છે. સૌથી વધુ રિકવરી રેટ આંધ્રપ્રદેશનો છે. અહીં અત્યારસુધીમાં 98.6% દર્દી સાજા થઈ ચૂક્યા છે. બીજા નંબરે ઓડિશા છે. અહીં 98.5% લોકો રિકવર થઈ ચૂક્યા છે.તો આ તરફ ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યા કોરોના સંક્રમિત થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

રિકવરી રેટમાં સૌથી ખરાબ સ્થિતિ હિમાચલ પ્રદેશની છે. અહીં અત્યારસુધીમાં 82.3% લોકો જ સાજા થઈ ચૂક્યા છે. રિકવરીના મામલામાં ખરાબ પર્ફોર્મન્સવાળાં રાજ્યોમાં ઉત્તરાખંડ, મણિપુર અને સિક્કિમ પણ સામેલ છે.

ડેથ રેટનું એનાલિસિસ કરવામાં આવે તો પંજાબની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અહીં અત્યારસુધી 3.2% દર્દીઓનાં મોત થઈ ચૂક્યાં છે. આ કેસમાં બીજા નંબરે મહારાષ્ટ્ર છે. અહીં અત્યારસુધીમાં 2.6%, સિક્કિમમાં 2.2% લોકો તેમના જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઉપરાંત 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એવાં છે જ્યાં 1%થી 1.8% ડેથ રેટ છે. આ કેસમાં સૌથી સારી સ્થિતિ દાદરા એન્ડ નાગર હવેલી, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ સહિત 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોની છે. અહીં ડેથ રેટ 1%થી પણ ઓછો છે.

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 98 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 29 હજાર 961 લોકો કોરોના પોઝિટિવ થયા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 98 લાખ 27 હજાર 26 થઈ ગઈ છે, જેમાં 3 લાખ 58 હજાર 66 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 93 લાખ 23 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 42 હજાર 662 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 98 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 29 હજાર 961 લોકો કોરોના પોઝિટિવ થયા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 98 લાખ 27 હજાર 26 થઈ ગઈ છે, જેમાં 3 લાખ 58 હજાર 66 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 93 લાખ 23 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 42 હજાર 662 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

કોરોનાં અપડેટ્સ

પંજાબમાં ખેડૂતોના આગળ વધી રહેલા પ્રદર્શન વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બીજા સીરો સરવેના રિપોર્ટ પ્રમાણે, રાજ્યના 24.19% લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. આ સરવે 12 જિલ્લામાં થયો હતો. ખરાબ સ્થિતિને જોતાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નાઈટ કર્ફ્યૂને 1 જાન્યુઆરી સુધી વધારવાનો આદેશ આપી દીધો હતો. ત્યાં સુધી રાજ્યમાં જમાવડા પણ નહીં થઈ શકે. પોલીસને વોચ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં લોકોની ભારે બેદરકારી જોવા મળી છે. અહીં મુંબઈના એક નાઈટ ક્લબમાં 1 હજારથી વધુ લોકોને પાર્ટી કરતાં પોલીસે પકડ્યા છે. તમામ માસ્ક વગર હતા. પોલીસે નાઈટ ક્લબ સંચાલક વિરુદ્ધ FIR કરી છે. બાકીના લોકોને ચેતવણી આપીને છોડી મુકાયા છે. BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે લોકોને ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. 20 ડિસેમ્બર સુધી જો તેમાં સુધારો નહીં જોવા મળે તો નાઈટ કર્ફ્યૂ પર વિચાર કરવો પડશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પુણેની જેનોવા કંપનીને હ્યુમન ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. આ દેશની પહેલી વેક્સિન મેસેન્જર-RNA એટલે કે mRNA ટેક્નોલોજી પર ડેવલપ કરવામાં આવી છે. આ પ્રકારના વેક્સિન મેસેન્જર RNAનો ઉપયોગ કરે છે, જે શરીરને જણાવે છે કે કયા પ્રકારનું પ્રોટીન બનાવવાનું છે. જેનોવાથી પહેલાં ફાઈઝર અને મોડર્નાએ હ્યુમન ટ્રાયલ્સ પૂરી કરી લીધી છે. મોડર્નાની વેક્સિન 94.5% સુધી ઈફેક્ટિવ છે, જ્યારે ફાઈઝરની વેક્સિન 90% ઈફેક્ટિવ છે. આ બન્ને પણ વેક્સિન મેસેન્જર-RNA એટલે કે mRNA બેઝ્ડ ટેક્નોલોજી પર ડેવલપ કરવામાં આવી છે.
મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમા કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. કોનાર્ડે લખ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હોમ આઈસોલેશનમાં છું અને મને હળવા લક્ષણ છે. છેલ્લા પાંચ દિવસમાં હું જે લોકોના સંપર્કમાં આવ્યો છું એ સૌને અપીલ કરું છું કે તે પોતાના સ્વાસ્થ્યની કાળજી લે અને જરૂર પડે તો ટેસ્ટ કરાવી લે, સુરક્ષિત રહે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.