માઈક પોમ્પિયો પહોચ્યા નવી દિલ્હી, ભારત-અમેરિકા 2+2 મીટિંગ પર ચીનની નજર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખમાં ચીન સાથે શરૂ થયેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર આજથી ભારતની મુલાકાતે છે. તેઓ દિલ્હીમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે બેઠક કરશે. આ ઉપરાંત બન્ને દેશ વચ્ચે મહત્વની સૈન્ય સમજૂતિ થવાની છે. આ બેઠકનું માળખુ જાપાનથી નક્કી કરવામાં આવ્યુ છે. જેનો ઉદ્દેશ બન્ને દેશ વચ્ચે સંરક્ષણ સંબંધ મજબૂત બનાવવાનો કરવાનો છે.

2+2 નામ શા માટે રખાયું

બન્ને દેશ વચ્ચે મળનારી બેઠકનું નામ ટુ પ્લસ ટુ રાખવામાં આવ્યુ છે. પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં ટુ પ્લસ ટુ બેઠકની ઘોષણા કરી હતી. સપ્ટેમ્બર 2018માં આ તબક્કામાં પ્રથમ બેઠક પણ યોજાઈ હતી. જ્યારે બીજી બેઠક ડિસેમ્બર 2019માં યોજવામાં આવી હતી. ભારત અને અમેરિકા વચ્ચે મળનારી બેઠકથી ચીનના પેટમાં ચૂક આવી રહી છે. કેમ કે, અમેરિકા ચીનના વલણની આકરી ટીકા કરી રહ્યુ છે.

ચીને પુરાવ્યા હતા વિરોધના સુર

બંને દેશો વચ્ચે થનારી આ બેઠક પર ચીનની નજર છે. ચીની મીડિયાએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે, જેવી રીતે અમેરિકા-ફ્રાંસના સંબંધો છે તેવા અમેરિકા અને ભારતના નહીં થઈ શકે. ચીને ગ્લોબલ ટાઈમ્સમાં લખ્યું છે કે, અમેરિકી મંત્રી એક સાથે ઘણા દેશોનો પ્રવાસ કરી રહ્યાં છે જે સાબિત કરે છે કે અમેરિકા ભારતને અન્ય દેશોની જેમ જ સમજે છે આ બેઠકથી કોઈ ખાસ અસર નહીં થાય.

મંગળવારથી શરૂ થશે વાતચીત

મંગળવારે અમેરિકાના વિદેશ અને રક્ષા મંત્રી નવી દિલ્હીમાં વોર મેમોરિયલનો પ્રવાસ કરશે અને શ્રદ્ધાંજલી આપશે. જે બાદ હૈદરાબાદ હાઉસમાં 2+2 મીટીંગ શરૂ કરશે. 2+2 મીટીંગમાં પણ બંને દેશોની વચ્ચે વિદેશ અને રક્ષા મંત્રાલય જેવા મહત્વના મંત્રાલયોની બેઠક થશે. જે અમેરિકા અને ભારતની વચ્ચે કેટલાક સમય પહેલા શરૂ થઈ છે. આ બેઠકમાં બેઝિક એક્સચેન્જ અને કોર્પોરેશન એગ્રીમેન્ટ ઉપર મંજૂરી લાગી શકે છે. જે બાદ અમેરિકા ભારતની સાથે ઘણી જાણકારી આપશે જેમાં સેટેલાઈટને લઈને અન્ય મિલિટ્રી ડેટાનો પણ સમાવેશ થાય છે. સાથે જ સ્થાનીક અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ, સામરિક માહોલ ઉપર પણ ચર્ચા થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.