હવામાન વિભાગની આગાહી આ વખતે ઉત્તર ભારત માં પડશે રેકોર્ડ બ્રેક ઠંડી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે. શહેરમાં 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન નિષ્ણાતોના મતે આ વખતે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં એટલો ઘટાડો થયો ન હતો. નવેમ્બરની શરૂઆતમાં પણ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડી લાગતી હતી પરંતુ હવે એવું નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.

કાશ્મીર ખીણમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને પવનની દિશા ઉત્તર-પશ્ચિમ થઈ જવાના કારણે આગામી થોડા દિવસોમાં ઠંડીમાં ઝડપથી વધારો થશે. તેમજ આ વખતે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જ રહેવાને કારણે ઠંડી વધુ પડી નથી. આ વખતે નવેમ્બરના અંતિમ સપ્તાહથી ઠંડી તેના રંગમાં આવવા લાગશે. ડિસેમ્બરની શરૂઆતમાં તાપમાનનો પારો વધુ નીચે જશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવામાન શુષ્ક રહેશે પરંતુ આગામી 24 કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે અને તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર દ્રોણિકાના રૂપમાં છે. જેના કારણે ઉત્તરમાં બરફથી ઢંકાયેલા પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.