હવામાન વિભાગની આગાહી, આજથી 5 ઓકટોબર સુધી આ રાજ્યોમાં મેઘરાજા કરશે મેઘમહેર
છેલ્લા 24 કલાક દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ થયો છે. આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પૂર્વોત્તર રાજ્યોમાં 2 થી 6 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં 2 થી 5 ઓક્ટોબર અને આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. તામિલનાડુ, પુડુચેરી, કેરળ, લક્ષદ્વીપ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 2 થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
બિહારમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂરગ્રસ્ત બિહારમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. મધુબની, સીતામઢી, શિયોહર, દરભંગા, ગોપાલગંજ, સારણ, સિવાન, કિશનગંજ, મુંગેર, અરરિયા અને સુપૌલમાં હળવો વરસાદ પડી શકે છે. બિહારમાં પૂરની સાથે સાથે હવે ભેજવાળી ગરમીથી લોકો પરેશાન છે.