મનુ ભાકર ભારત માટે વધુ ઓલિમ્પિક મેડલ જીતી શકે છે, આ દિવસે યોજાશે સ્પર્ધા

ગુજરાત
ગુજરાત

ભારતની સ્ટાર શુટર મનુ ભાકર આ સમયે ચર્ચામાં છવાયેલી છે. તે આજાદ ભારતની પહેલી એવી ખેલાડી બની ગઈ છે, જેને એક જ ઓલંપિકમાં બે મેડલ જીત્યા હોય. હજુ પણ આશાઓ જીવિત છે. મતલબ કે હજુ પણ મનુ ભાકર એક બીજો મેડલ આ ઓલંપિકમાં જીતી શકે છે. હવે તમે આ જરૂર જાણવા માટે ઉત્સુક હશો કે આખરે મનુનો એક બીજો મુકાબલો ક્યારે થશે. તો ચાલો જાણીએ આ વિષે બધું જ….

મનુ ભાકરે સરબજોત સિંહનાં સાથે મળીને જીત્યો કાંસ્ય પદક

મનુ ભાકરે મંગળવારે ભારતીય રમત ઈતિહાસમાં તેનું નામ દાખલ કરી દીધું છે. આ એક જ ઓલંપિક રમતમાં ઘણા પદક જીતનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. લગભગ 22 વર્ષની ભારતની શુટર મનુએ પેરીસ ઓલંપિકમાં સરબજોત સિંહના સાથે ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં દક્ષીણ કોરિયાને ૧૬-૧૦થી હરાવીને કાંસ્ય પદક તેના નામે કર્યું છે. આ પહેલા તેમને મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં કાંસ્ય પદક હાંસલ કર્યું હતું.

આ વર્ષ ભારત માટે પહેલો મેડલા જીતનારી એથલીટ મનુ ભાકર

મહત્વની વાત એ છે કે ભાકરે જ આ વર્ષના ઓલંપિકમાં ભારતની પદક તાલિકાનો શુભારંભ કર્યો હતો અને બીજો મેડલ પણ તેને સરબજોત સિંહ સાથે મળીને જીત્યો હતો. આ પહેલા પીવી સિંધુ જ એવા ભારતીય એથલીટ છે, જેમને ઓલંપિકમાં બે મેડલ જીત્યા છે. જો કે, તેમના મેડલ બે અલગ અલગ વર્ષમાં આવ્યા હતા, પણ મનુએ ઓલંપિકમાં આ કરિશ્મા કરીને બતાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.