માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, હનીમધુ એરપોર્ટના રનવેનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ માલદીવમાં હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. તમને જણાવી દઈએ કે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ આજે નવી દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ભારતમાં 5 દિવસ રોકાશે. મુઈઝુની સાથે માલદીવની ફર્સ્ટ લેડી અને તેની પત્ની સાજીદા મોહમ્મદ પણ ભારત આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ એ જ મુઈજ્જુ છે, જેમણે માલદીવમાં સત્તામાં આવતાની સાથે જ ભારત વિરુદ્ધ વિદ્રોહની ચેતવણી ઉચ્ચારી હતી. પરંતુ હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું વલણ ઠંડુ પડી ગયું છે.
ચીન પ્રેમી મોહમ્મદ મુઈઝુ હવે પીએમ મોદીને મળવા પોતાની પ્રથમ રાજ્ય મુલાકાતે નવી દિલ્હી આવ્યા છે. આ પહેલા તેઓ જૂનમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી આવ્યા હતા.