![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/tenk.png)
લદ્દાખમાં મોટી દુર્ઘટના, ટેંક પ્રેક્ટીસ દરમિયાન નદીનું જળસ્તર અચાનક વધતા 5 જવાન શહીદ
લદ્દાખમાં ભારતીય સૈનિકો સાથે મોટો અકસ્માત થયો છે. નદીમાં ટેંક ફસાઈ જવાના કારણે 5 જવાનો શહીદ ગઈ ગયા છે. શુક્રવારે લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનોની ટેન્ક પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ સમય દરમિયાન, આર્મી ટેન્ક T-72 શ્યોક નદીને પાર કરવાની પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે પાણીનું સ્તર વધવાને કારણે ટેંક નદીની વચ્ચે ફસાઈ ગયું હતું. અને ટેંકની અંદર પાણી ભરાઈ ગયું હતું. આ અકસ્માતમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે લેહ જિલ્લાના કિયારી પાસે સેનાની એક ટ્રક રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં જેસીઓ સહિત નવ જવાનો શહીદ થયા હતા.