ઉત્તરપૂર્વ ભારતમાં મોટી કાર્યવાહી ,રૂ.100 કરોડનું કાળુ નાણું ઝડપાયું, ચાર રાજ્યોમાં ITના દરોડા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના ઉત્તર પૂર્વ ભાગમાંથી સૌથી મોટું નાણું ઝડપાયું છે. ચાલુ સપ્તાહની શરૂઆતમાં આસામ સ્થિત ઉત્તરપૂર્વના જાણીતા ત્રણ કોન્ટ્રોક્ટરોને ત્યાં દરોડા પાડતા રૂપિયા એક સો કરોડનું કાળુ નાણું ઝડપી પાડયું હતું, એમ સીબીડીટીએ એક નિવેદનમાં કહ્યું હતું. દિલ્હી, આસામ, ગુવાહાટી, સિલાપાથેર અને પાઠશાલામાં 22 ડીસેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતા.’દરોડા દરમિયાન રોકડા રૂપિયા 2.95 કરોડ પકડી પાડયા હતા.

દરોડા દરમિયાન રોકડા રૂપિયા 2.95 કરોડ પકડી પાડયા

સર્ચ એન્ડ સર્વેમાં અત્યાર સુધી અમે રૂપિયા એક સો કરોડ ઉપરાંતનું બિન હિસાબી નાણું પકડી પાડયું હતું’એમ દરોડા ક્યાં પાડવામાં આવ્યા હતા તેની વિગતો આપ્યા સિવાય બોર્ડે નિવેદનમાં આ મુજબ કહ્યું હતું. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું કે ‘રૂપિયા 7.79 લાખનું ઝવેરાત અને રૂપિયા બે કરોડના બીજા ઘરેણા ક્યાંથી મેળવ્યા હતા તેની પણ માહિતી શોધી કાઢી હતી’. ઉત્તરપૂર્વના જાણીતા કોન્ટ્રોકટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ઉત્તરપૂર્વના જાણીતા કોન્ટ્રોકટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા

એક જુથ હોટલ ઉદ્યોગમાં પણ સંકળાયેલા છે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. ‘ત્રણ જુથો પર આરોપ એ હતા કે તેમણે ખોટી રીતે બિન સુરક્ષીત લોનના રૂપે એન્ટ્રીઓ પાડી હતી અને કોલકાતાસ્થિત બેનામી અને શંકાસ્પદ કંપનીઓમાંથી સીક્યુરોટી પ્રિમીયમ લીધા હતા. આ જુથોએ અનેક વર્ષોમાં તેમનોકુલ નફો છુપાવ્યો હતો અને કોલકાતા તેમજ ગુવાહાટી બહારના એન્ટ્રી ઓપરેટર મારફતે કાળુ નાણું ફરીથી પોતાના વેપારમાં નાંખ્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એ સાબીત થયું હતું કે જે શેલ કંપનીઓમાંથી ઓ લોકોએ લોન લીધી હતી તે તમામ કંપનીઓ બોગસ હતી અને તેમનો કોઇ અસ્તીત્વ જ નહતો અને માત્રકાગળ પર હતી.તેમનો વિશ્વાસપાત્ર કોઇ વેપાર જ નથી. ‘એન્ટ્રી ઓપરેટરોને પૂછવામાં આવતા તેમણે સ્વીકાર કર્યો હતો કે જુથે લીધેલી બિન સુરક્ષિત લોન અને શેલ કંપનીઓમાંથી લીધેલા શેર પ્રિમીયમ પણ બનાવટી હતા.

તપાસ દરમિયાન સીક્યોરિટીઝ પ્રીમીયમ મારફતે ફંડને રૂટ કરવાના છેડાને પણ શોધી કઢાયો હતો. એ વાત પણ સ્થાપિત કરી શકાઇ હતી કે રૂપિયા 65 કરોડની રકમ શેલ કંપનીઓ મારફતે જ નિયમીત ખાતાવહીમાં પાછી મેળવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.