ટેરર ફંડિંગ સામે NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરથી લઈને બેગલુરૂ સુધી દરોડાની કાર્યવાહી
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફંડિંગના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએએ જમ્મુ-કશ્મીરની સાથે ઘણી જગ્યાએ દરોડો પાડ્યો છે.
પત્રકાર અને એનજીઓ ઉપર કાર્યવાહી ટેરર ફંડિંગની સામે એનઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કશ્મીરથી લઈને બેંગલુરૂ સુધી દરોડા પાડવામાં આવ્યાં છે. એનઆઈએએ અહીં એનજીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓને નાણાં મોકલવામાં આવતા હતા. કાશ્મીરમાં એનઆઈએએ 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. આમાંથી 9 શ્રીનગરમાં અને એક બાંદીપોરામાં છે. બેંગલુરુમાં પણ એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જે લોકોના સ્થાનો ઉપર દરોડા પાડવામાં આવ્યાં છે. તેમાં પત્રકાર અને એનજીઓનો સમાવેશ થાય છે.
હવાલાના માધ્યમથી ચાલે છે દેશમાં NGOના માધ્યમથી ટેરર ફાઈનાન્સિંગ પર NIAએ આજે સૌથી મોટુ બ્રેકડાઉન છે. NIAને મળેલી જાણકારી પ્રમાણે ભારતમાં આતંકીઓને ફંડિંગ વિદેશ ધરતી ઉપરથી આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, બેંગલુરૂ સહિત 10 જગ્યાએ NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. NIAએ આ કેસમાં નવો કેસ દાખલ કર્યો છે. આ તે એનજીઓ છે જેણે કશ્મીરમાં ટેરર ફંડિંગ અને અલગાવવાદી ગતિવિધિઓ માત્રે મોટા પ્રમાણમાં દેશ વિદેશમાંથી ફંડિંગ કરી રહ્યાં હતાં.
NIA સુત્રોમાંથી જાણકારી પ્રમાણે દેશ વિદેશોથી બિઝનેશ, ધાર્મિક કાર્યો અને બીજા સામાજિક કાર્યોના નામ ઉપર ફંડ લઈને તેનો ઉપયોગ આતંકને હવા દેવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ફંડ ભારતમાં હવાલા ચેનલના માધ્યમથી ચાલી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશ વિદેશને અલગ અલગ વિભાગમાં હવાલાના માધ્યમથી પૈસા આવી રહ્યાં છે. NIAએ આશરે 8 NGOના તમામ દસ્તાવેજો ફંફોળી રહી છે.
NIA સુત્રોના જણાવ્યા પ્રમાણે 26/11નો માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદના એનજીઓ ફલહ એ ઈન્સાનિયત (FIF) દ્વારા જમ્મુ કાશ્મીરમાં આવેલા પૈસાથી જમ્મુ કાશ્મીરમાં રહેનારા લોકોને ઘણા શહેરોમાં પ્રોપર્ટીની ખરીદી કરી છે. NIA તેના પુરાવા જમા કરી રહી છે.