મહારાષ્ટ્રની ‘સીમા હૈદરે’ પાકિસ્તાની યુવકને મળવા બનાવ્યા બનાવટી દસ્તાવેજ, ઓનલાઈન લગ્ન કર્યા

ગુજરાત
ગુજરાત

તમે પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરની કહાણી તો સાંભળી જ હશે, જેને ગ્રેટર નોઈડાના રાબુપુરા ગામમાં રહેતા સચિન સાથે ઓનલાઈન ગેમિંગ દ્વારા પ્રેમ થઈ ગયો હતો. પોતાના ચાર બાળકો સાથે પતિ અને પાકિસ્તાનને છોડીને ભારત આવેલી સીમા હૈદરે સચિન સાથે લગ્ન કર્યા અને તેમના પ્રેમની વાતો વાયરલ થઈ. હવે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક રહેવાસી મહિલા પાકિસ્તાની યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને કથિત રીતે બંનેએ ઓનલાઈન લગ્ન કરી લીધા હતા. આટલું જ નહીં, પોલીસનું કહેવું છે કે મહિલાએ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને તે પાકિસ્તાની પુરુષને તેના દેશમાં મળવા પણ ગઈ હતી, જે હવે ભારત પરત આવી ગઈ છે. મહારાષ્ટ્ર પરત ફર્યા બાદ પોલીસને શંકા જતા જ મહિલાની તપાસ કરવામાં આવી તો ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા.

પાકિસ્તાની વિઝા મેળવવા નામ બદલ્યું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના થાણેમાં રહેતી નગમા નૂર મકસૂદ અલી નામની મહિલા 17 જુલાઈના રોજ પાકિસ્તાનથી પરત આવી હતી, ત્યારબાદ હવે તે પોલીસ તપાસમાં છે. પોલીસનું કહેવું છે કે નગમાએ પાકિસ્તાનના વિઝા મેળવવા માટે નકલી નામ અને આધાર કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. પોલીસે દાવો કર્યો હતો કે જ્યારે તે પાકિસ્તાનથી પરત આવી ત્યારે તેના દસ્તાવેજો પર નગમા નૂર મકસૂદ અલીને બદલે સનમ ખાન રુખ નામ લખવામાં આવ્યું હતું. અધિકારીઓનો આરોપ છે કે તેણે આ વર્ષે ‘ઓનલાઈન’ લગ્ન કરનાર પાકિસ્તાની બાબર બશીર અહેમદને મળવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હશે.

ફેસબુક પર મિત્રતા પછી ઓનલાઈન લગ્ન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2021માં નગમા ઉર્ફે સનમની ફેસબુક દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં રહેતા બાબર બશીર અહેમદ સાથે મિત્રતા થઈ હતી. ટૂંક સમયમાં જ બંને પ્રેમમાં પડ્યા અને મોબાઈલ નંબરની આપ-લે પણ કરી. નગમાએ અગાઉ પાકિસ્તાની વિઝા માટે અરજી કરી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી 2024માં નગમાએ બાબર સાથે ‘ઓનલાઈન’ લગ્ન કર્યા હતા અને ફરીથી વિઝા માટે અરજી કરી હતી, પરંતુ આ વખતે તેણે દસ્તાવેજોમાં પોતાનું નામ સનમ તરીકે દર્શાવ્યું હતું. તે ગયા અઠવાડિયે જ 17મી જુલાઈના રોજ પાકિસ્તાનથી ભારત પરત આવી હતી.

દરમિયાન, થાણેમાં રહેતી નગ્મા ઉર્ફે સનમની માતાએ પોલીસના દાવાને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે 2015માં નગમાએ તેના પતિથી અલગ થયા બાદ પોતાનું નામ બદલી નાખ્યું હતું અને તેના બાળકોના નામ પણ બદલ્યા હતા. જો કે હજુ સુધી પોલીસે નગ્માની અટકાયત કરી નથી કે તેની ધરપકડ કરી નથી પરંતુ તપાસ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.