મુંબઈમાં ગ્રીડ ફેઈલ થતા ગમે ત્યાં અટકી પડી લોકલ ટ્રેન, કામકાજે ચાલતા જ નીકળ્યા લોકો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈ મહાનગર વિસ્તારમાં ગ્રીડ ફેઈલ થઇ ગયું હતું. મુંબઈ ટાઉનશીપમાં વીજળી પુરવઠો આપતી કંપની બેસ્ટ (BEST)એ જણાવ્યું છે કે વીજળી પુરવઠો પૂરો પાડનાર પ્લાન્ટમાં ગ્રીડ ફેઈલ થઇ ગયું હતું, મુંબઈના પૂર્વ, પશ્ચિમ, ઉપનગર અને થાણેના કેટલાંક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. જેને કારણે લોકોને તકલીફો સહન કરવી પડી હતી. ગ્રીડ ફેઈલ થવાને કારણે લોકલ પર પણ અસર થઇ હતી.

જોકે ગેડ ફેઈલ થવાની સૌથી વધુ અસર મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન પર પડ્યો છે. જગ્યા જગ્યાએ લોકલ ટ્રેન ઉભી રહી ગઈ હતી. જેને કારણે લોકો લોકલ છોડી ચાલતા જ પોતાના ગંતવ્ય સ્થળો પર જવા માટે નીકળી પડ્યા હતા. રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (સીપીઆરઓ)એ જણાવ્યું છે કે ગ્રેડ ફેઈલ થવાને કારણે મુંબઈ લોકલ ટ્રેન સેવા અટકી ગઈ છે. વીજળીનો પુરવઠો શરૂ થયા બાદ લોકલ સેવા ફરીથી શરૂ થઇ જશે.

ગ્રીડ ફેઈલ થતા મુંબઈની લોકલ ટ્રેન સેવાને સૌથી વધુ અસર થઇ છે. ગ્રીડ ફેઈલ થતા છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ટ્રેનો અટકી પડી હતી. અહીં અનેક લોકો અટવાયા હતા.
બેસ્ટ ઈલેક્ટ્રીસીટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટાટા કડુનામાં ગ્રીડ ફેઈલ થવાને કારણે વીજળી પુરવઠો અટક્યો હતો. અસુવિધા માટે દુઃખ છે. જોકે, બેસ્ટ તરફથી જણાવવામાં નથી આવ્યું કે ક્યાં સુધી વીજળી પુરવઠો ખોરવાયેલો રહેશે. બાંદ્રા કોલાબા મહીં વિસ્તારમાં સવારે 10 વાગ્યાથી બિજલી ગુલ થઇ ગઈ હતી.

વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. જેને લીધે લોકલમાં મુસાફરી કરતા લોકોને સૌથી વધુ અસર થઇ હતી. લોકોને તકલીફ ન પડે તે માટે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે પબ્લિક એનાઉન્સમેન્ટ કરવાની પણ ફરજ પડી હતી.

વીજપુરવઠો ખોરવાઈ જતા મુલુંદ સ્ટેશન ખાતે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો. અનેક લોકો સેવા ફરી શરૂ થાય તેની રાહ જોતા બેસેલા જોવા મળ્યા હતા. બીએમસીએ જણાવ્યું છે કે વીજ પુરવઠો ફરી શરૂ થવામાં 45 મિનિટથી એક કલાક સુધીનો સમય લાગી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.