Loan Moratorium : દિવાળી ઉપર સરકાર સામાન્ય માણસને આપશે ભેટ, ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવા થઈ ગઈ છે તૈયારી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં થયેલી કેબિનેટ કમિટી અને ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આજે મોટો નિર્ણય લેવાયો છે. પસંદગીની લોન ઉપર વ્યાજ માફીને લઈને સહમતી બની છે. જો કે સુત્ર જણાવી રહ્યાં છે કે, કેન્દ્ર સરકાર હજુ તેની જાહેરાત નહીં કરે, કારણે આખો કેસ સુપ્રિમ કોર્ટમાં છે. લોન મોરેટોરિયમના માધ્યમથી તમે તમારા ઈએમઆઈ કેટલા સમય માટે રોકી શકો છો. કોરોના મહામારીના દરમયાન જ્યારે મોટી સંખ્યામાં લોકો આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યાં છે ત્યારે રિઝર્વ બેંક તરફથી લોન મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી. લોકોએ માર્ચથી ઓગષ્ટ સુધી મોરેટોરિયમ યોજના એટલે કે હપ્તો ટાળવા માટે મળતા છુટનો લાભ લીધો હતો. તેને ફરિયાદ કરી હતી કે, બેંક દ્વારા વ્યાજ ઉપર વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની વસુલાત કરવામાં આવી રહી છે. તે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

હવે શું થશે ?

સુત્રોના જણાવ્યા પ્રમાણે સીસીઈએની બેઠકમાં આજે લોન ઉપર વ્યાજ માફીને મંજૂરી મળી રહી છે. પરંતુ બેઠકમાં પસંદગીની લોન ઉપર જ વ્યાજ માફીને મંજૂરી મળી છે. તેનો ફાયદો 2 કરોડ રૂપિયા સુધીની લોન લેનારાઓને મળશે. પ્રસ્તાવ પ્રમાણે પસંદગીની લોન માટે વ્યાજ ઉપરનું વ્યાજ માફ કરવામાં આવશે. સરકાર વ્યાજ ઉપર વ્યાજનું Ex gratia Payment કરશે. બે કરોડ રૂપિયા સુધીની લોનના ઈએમઆઈના વ્યાજ ઉપર વ્યાજ માફ કરવાનો પ્રસ્તાવ છે.

કેન્દ્રને 2 નવેમ્બરના રોજ સ્કીમ ઉપર સર્ક્યુલર જાહેર કરવાનો નિર્દેશ

14 ઓક્ટોબરના રોજ સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને વ્યાજ ઉપર વ્યાની માફી સ્કિમ જલ્દી જલ્દીથી લાગુ કરવી જોઈએ. તે માટે કેન્દ્રએ એક મહિનાનો સમય જોઈએ છે. સુપ્રિમકોર્ટે સાથે જ કહ્યું છે કે, જો સરકાર તેના ઉપર નિર્ણય લઈ લેશે તો અમે તરંત આદેશ આપી દેશી. તેના ઉપર સોલીસીટર જનરલે કહ્યું છેકે, તમામ લોન અલગ અલગ રીતે દેવામાં આવી છે. તે માટે તમામ પાસેથી અલગ અલગ રીતે નિપટવાનું રહેશે, પછી સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ કર્યોય છે કે, વ્યાજ ઉપર વ્યાજ માફી સ્કિમને લઈને 2 નવેમ્બર સુધી સર્ક્યુલર જાહેર કરવામાં આવશે. તેના ઉપર સોલિસીટર જનરલે કહ્યું છે કે, સરકાર 2 નવેમ્બર સુધી વ્યાજ ઉપર વ્યાજ માફી સ્કીમને લઈને સર્ક્યુલર જાહેર કરી દેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.