લેફટ.જન. દ્વિવેદી :  હુકમ મળે તો તેનો અમલ કરવા સેના તૈયાર કબજા નીચેનું કાશ્મીર પાછું લેવા માટે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

‘પાક. કબજા નીચેનું કાશ્મીર પાછુ લેવા માટે હુકમ મળે તો તેનો અમલ કરવા સેના તૈયાર છે.’ તેમ કહેતાં નોર્ધન-આર્મી- કમાન્ડર લેફટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી ભારતીય ભૂમિદળને સંબંધ છે, ત્યાં સુધી ભારત સરકાર દ્વારા અપાતા કોઈપણ હુકમનો અમલ કરવા, સેના તૈયાર જ છે. જ્યારે તે હુકમ અપાશે ત્યારે અમે હંમેશ તૈયાર જ રહીશું.
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના કબજા નીચેનું કાશ્મીર લેવા કરેલા નિવેદનને પગલે લેફટ. જન. દ્વિવેદીએ આ પ્રતિભાવ આપ્યો હતો.
તેઓએ વધુમાં કહ્યું, સેના સમજે જ છે કે શસ્ત્ર વિરામ સમજૂતિ તૂટવી ન જ જોઈએ. અને તે જળવાઈ રહે તે માટે સેના કટિબદ્ધ પણ છે. પરંતુ જો તે (સામા પક્ષ દ્વારા) તોડવામાં આવે તો તેનો બરોબરનો જવાબ આપવા ભારતીય સૈન્ય સતત તૈનાત જ રહ્યું છે. તેમ પણ નોર્ધન આર્મી કમાન્ડર દ્વિવેદીએ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્ર વિરામ કરારો સંબંધે પડકારપૂર્વક કહ્યું હતું.
ભારતના યુવાધન વિષે બોલતાં તેઓએ કહ્યું, દેશમાં ૫૦ ટકા નાગરિકો તો ૨૫ વર્ષથી નીચેના છે. જો આપણે તેને અગ્નિવીરો તરીકે લઈ તેઓને પ્રશિક્ષિત કરી તેમને પાછા (પોતાના વ્યવસાયોમાં) મોકલીએ. તો બીજી તરફ તેમાંથી કેટલાકને અમે (સેનામાં) લઈ પણ લેશું. બાકીના, અર્ધલશ્કરી દળો અને પોલીસ ફોર્સમાં પણ લેવામાં આવશે. તે પછીના સ્વરોજગારમાં પણ જોડાઈ શકે.
ત્રાસવાદીઓ વિષે બોલતાં લેફટેનન્ટ જનરલે કહ્યું, અત્યારે આશરે ૧૬૦ જેટલા ત્રાસવાદીઓ લોન્ચ-પેડ (પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરમાં) ઉપર રહેલા છે. તે પૈકી ૧૩૦ પીર-પંજાબ (ઘાટ)ની ઉત્તરે છે. બાકીના ૩૦ તેની દક્ષિણે છે. તેમાં ૮૨ પાકિસ્તાની અને ૫૩ સ્થાનિક ત્રાસવાદીઓ છે.
ગત ઓકટોબરની ૨૮મી તારીખે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના કબજા નીચેનું કાશ્મીર પાછું લેવાના નવી દિલ્હીના નિર્ધારનો પુનોરચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે (કાશ્મીરમાંથી આવેલા) તમામ નિર્વાસિતોને તેમની જમીન તથા નિવાસસ્થાનો પાછાં મળી જશે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.