વર્ષની અંતિમ Mann Ki Baat, પી.એમ મોદીએ અબુલ ફઝલને યાદ કર્યા, કાશ્મીરી કેસરના કર્યા વખાણ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2020ની અંતિમ Mann Ki Baat કરી રહ્યા છે ત્યારે ખેડૂતો પણ મન કી બાત દરમ્યાન વિરોધ કરવાનું મન બનાવી લીળી છે. ખેડૂત નેતા ગુરુનામ સિંહ ચઢુનીએ કહ્યું છે કે આજે તમામ ખેડૂતો પીએમ મોદીની મન કી બાતનો વિરોધ કરશે.

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધિત કરતા કહ્યું છે કે ચાર દિવસ બાદ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આવનાર વર્ષે નવી મન કી બાત થશે. તેમણે કહ્યું કે દેશમાં નવું સામર્થ્ય પેદા થયું છે. આ નવા સામર્થ્યનું નામ આત્મનિર્ભર ભારત છે. દેશમાં બનેલા રામકડાંઓની માંગ વધી છે.

પીએમ મોદીએ કહ્યું કે મને દેશના અનેક લોકોના પત્રો મળ્યા છે. મોટા ભાગના પત્રોમાં લોકોએ દેશના સામર્થ્યની સામુહિક શક્તિની ભરપૂર પ્રસંશા કરી છે. જયારે, જનતા કરફ્યુ જેવો અભિનવ પ્રયોગ, સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બન્યો, જયારે તાલિ-થાળી વગાડી દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્માન કર્યું, એકજુટતા દર્શાવી હતી તેને પણ અનેક લોકોએ યાદ કરી.

પીએમ મોદીએ જણાવ્યું કે દેશના સન્માનમાં સામાન્ય માનવીએ આ પરિવર્તનને અનુભવ્યું છે. મેં દેશમાં આશાના એક અદભુત પ્રવાહના પણ દર્શન કર્યા. અનેક પડકારો આવ્યા, અનેક સંકટ આવ્યા, કોરોનાને કારણે દુનિયામાં સપ્લાય ચેઇનને લઈને અનેક પડકારો આવ્યા પરંતુ આપણે તમામ સંકટો પાસેથી એક પાઠ લીધો.

પીએમ મોદીએ કહ્યું કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેકટના વિચાર સાથે કામ કરવાનો આ જ યોગ્ય સમય છે. મેં દેશના મેન્યુફેક્ચરર્સ અને ઇન્ડસ્ટ્રીઝને આગ્રહ કરું છું. દેશના લોકોને મજબૂત પગલાં લીધા છે. મજબૂત પગલાં આગળ વધાર્યા છે. વોકલ ફોર લોકલ… આ વાત આજે ઘરે ઘરે ગુંજી રહી છે. એવામાં હવે એ સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે કે આપણા ઉત્પાદનો વિશ્વસ્તરના હોય. પીએમ મોદીએ આગળ જણાવ્યું કે આપણે વોકલ ફોર લોકલની ભાવના બનાવી રાખવાની છેમ બચાવી રાખવાની છે અને વધારતા રહેવાની છે. તમે દરવર્ષે રેઝોલ્યુશન લો છો આ વખતે પોતાના દેશ માટે પણ એક રેઝોલ્યુશન લેજો.

પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે જ ગુરુ ગોવિંદ સિંહજી ના પુત્રો સાહિબજાદે જોરાવર સિંહ અને ફતેહ સિંહને દીવાલમાં ચણવામાં આવ્યા હતા, અત્યાચારી ઇચ્છતા હતા કે તેઓ પોતાની આસ્થા છોડી દે, મહાન ગુરુ પરંપરાની સીખ છોડી છે. પરંતુ આપણા સાહિબજાદોએ નાની ઉંમરમાં ગજબની સાહસ દર્શાવ્યું, ઈચ્છા શક્તિ દર્શાવી. દીવાલમાં ચણતા સમયે પથ્થરો લાગતા ગયા અને દીવાલ ઊંચી થતી ગઈ. મોત સામે જ હતી છતાં તેઓ અડગ રહ્યા.

પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં અત્યાચારીઓથી દેશની વર્ષો જૂની સંસ્કૃતિ સભ્યતા આપણા રીતરિવાજને બચાવવા માટે કેટલા મોટા બલિદાનો આપવામાં આવ્યા. આજે તેને પણ યાદ કરવાનો દિવસ છે. આજના જ દિવસે ગુરુ ગોવિંદ સિંહજીના માતા જી, માતા ગુજરીએ પણ શહાદત વહોરી હતી. લોકો, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પરિવારના લોકો દ્વારા આપવામાં આવેલ શહાદતને ભાવપૂર્ણ અવસ્થામાં યાદ કરે છે. આ શહાદતએ સમસ્ત માનવતાને દેશને નવી શીખ આપી છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં દેશમાં સિંહોની સંખ્યા વધી છે. દીપડાઓની સંખ્યામાં પણ 60 ટકાનો વધારો થયો છે. 2014થી 2018 દરમ્યાન ભારતમાં દીપડાઓની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. 2014માં, દેશમાં દીપડાઓની સંખ્યા લગભગ 7900 હતી. તો 2019માં આ સંખ્યા વધીને 12852 થઇ ગઈ. ભારતીય વનવિસ્તારોમાં પણ વધારો થયો છે.

દેશના મોટાભાગના રાજ્યોમાં, ખાસ કરીને મધ્ય ભારતમાં દીપડાઓની સંખ્યા વધી છે. દીપડાઓની સૌથી વધુ વસ્તી વાળા રાજ્યોમાં મધ્યપ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. આ એક મોટી સિદ્ધિ છે.

પીએમ મોદીએ કહ્યું કે કહેવાય છે કે અકબરના દરબારમાં એક પ્રમુખ સભ્ય અબુલ ફઝલ હતા. તેમણે એકવાર કાશ્મીરની યાત્રા કર્યા બાદ કહ્યું હતું કે કાશ્મીરમાં એક એવો નજારો જોવા મળ્યો કે જેનાથી ચીડિયા અને ગુસ્સાવાળા લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠે. વાસ્તવમાં તેઓ કાશ્મીરમાં કેસરના ખેતરોનો ઉલ્લેખ કરતા હતા. કેસર સદીઓથી કાશ્મીરથી જોડાયેલું છે. કાશ્મીરી કેસર મુખ્યત્વે, પુલવામા, બડગામ અને કિશ્તવાડ જેવા સ્થળોએ ઉગાડવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને જીઆઈ ટેગ આપવામાં આવ્યું. આના દ્વારા કાશ્મીરી કેસરને એક વિશ્વ પ્રખ્યાત બ્રાન્ડ બનાવવા માંગીએ છીએ. તેમને જાણીને ખુશી થશે કે કાશ્મીરી કેસરને જીઆઇ ટેગનું સર્ટિફિકેટ મળ્યા બાદ દુબઈના એક શેર માર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું. હવે જયારે પણ તમે કેસર ખરીદવા જાઓ તો કાશ્મીરી કેસર જ ખરીદવાનું વિચારજો.

પીએમએ કહ્યું કે ગીતા આપણને આપણા જીવનના દરેક સંદર્ભ માટે પ્રેરણા આપે છે. ગીતાની વિશિષ્ટતા એ પણ છે કે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી જીવન છે. ગીતાની જેમ જ આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે તે તમામ જિજ્ઞાસાથી જ શરૂ થાય છે. વેદાંતનો પહેલો મંત્ર જ છે કે ‘अथातो ब्रह्म जिज्ञासा’ એટલે કે આઓ આપણે બ્રહ્મની જિજ્ઞાસા કરીયે. ગીતા અમને આપણા જીવનના તમામ સંદર્ભે પ્રેરણા આપે છે. પરંતુ, શું તમે કયારેય વિચાર્યું છે કે ગીતા આટલો અદભુત ગ્રંથ કેમ છે? એ એટલા માટે કે તે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે. પરંતુ ગીતાની વિશિષ્ટતાએ પણ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે. પ્રશ્ન પૂછવાથી શરૂ થયા છે.

કોરોના વાયરસને કારણે 2020નું વર્ષ અનેક ઉથલ પાથલ ભરેલું રહ્યું. એવામાં પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, ” તમે વીતેલા વર્ષને કેવી રીતે જુઓ છો? 2021માં તમે શું જોવા માંગો છો? 27 ડિસેમ્બરના રોજ વર્ષ 2020ની અંતિમ મન કી બાત માટે તમારા વિચારો શેર કરો. MyGov, NaMo App પર લખો અથવા તમારો સંદેશ 1800-11-7800 પર રેકોર્ડ કરો.’

પીએમ મોદી આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે તો બીજી તરફ છેલ્લા એક મહિનાથી કૃષિ કાયદાનો વિરોધ કરનાર ખેડૂતો થાળી વગાડી સરકારનો વિરોધ કરશે. છેલ્લા એક મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ સાથે દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે.

પીએમ મોદી રેડિયો પર કૃષિ કાયદાના ફાયદા ગણાવી શકે છે. કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ શનિવારે સરકારના પ્રસ્તાવનો સ્વિકાર કરી વાતચીત માટે તૈયારી દર્શાવી છે. આંદોલનકારી 40 કિસાન યુનિયનના મુખ્ય સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.