કેરળના ઈડુક્કી જિલ્લાના રાજમલામાં ભૂસ્ખલનથી 13 લોકોના મોત : 10ને બચાવાયા, 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા
કેરળના ઈડુક્કી જિલ્લાના રાજમલામાં ભૂસ્ખલનથી 13 લોકોના મોત થયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે મોબાઈલ ટીમ અને 14 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવાયા છે. આ વિસ્તાર પર્યટન સ્થળ મુન્નારથી 25 કિમી દુર છે.
કેરળના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 70થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલું છે.
જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની કોલોની હતી. લેન્ડ સ્લાઈડથી આખો વિસ્તાર સંકજામાં આવી ગયો. કાટમાળમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા. મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના મજૂર તમિલનાડુના રહેવાસી હતા.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે,જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે અમે જોરથી અવાજ સાંભળ્યો. ત્યારપછી બધુ ખતમ થઈ ગયું. લોકો બચવા માટે ભાગી રહ્યા હતા, પણ પાણી અને કાટમાળમાં બધુ વહીં ગયું.
આપદામાં બચેલા દીપને જણાવ્યું કે, ભૂસ્ખલન વખતે હું પપ્પા, મમ્મી અને પત્ની સાથે ઘરમાં હતો. બધું કાટમાળમાં દબાઈ ગયું. તેમને આંખમાં વાગ્યું છે. મમ્મીની હાલત નાજૂક છે. તેમણે જણાવ્યું કે,મારા પિતા અને પત્ની હજુ સુધી મળ્યા નથી.
ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા; 7ના મોત, 10ને બચાવાયા, 80થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા