લાલુ યાદવે કર્યો મોટો દાવો, કહ્યું ઓગસ્ટમાં NDA સરકાર પડી જશે
લોકસભા ચૂંટણી બાદ હવે તમામની નજર બિહાર વિધાનસભા પર છે, જેના કારણે રાજનીતિ તેજ થઈ ગઈ છે. NDA અને INDIA ગઠબંધન પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી ચુક્યું છે. આ દરમિયાન આરજેડીના સ્થાપના દિવસ પર લાલુ પ્રસાદ યાદવે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઓગસ્ટમાં એનડીએ સરકાર પડી જશે.
આરજેડી પ્રમુખ લાલુ યાદવે કહ્યું કે પાર્ટીએ છેલ્લા 27 વર્ષમાં અનેક અવરોધો દૂર કર્યા છે. તેમણે તમામ કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું હતું કે પાર્ટી 28માં વર્ષમાં નવી ઊંચાઈઓ પર પહોંચશે. પાર્ટીના નામ અંગે લાલુ પ્રસાદે કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળનું નામ ઘણી ચર્ચા બાદ રાખવામાં આવ્યું છે. તેમણે મોદી સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું કે દિલ્હીમાં એનડીએ સરકાર ઘણી નબળી છે, જે ઓગસ્ટ સુધીમાં પડી શકે છે.