કોરોના મહામારી વિકરાળ બની : ર.૮૬થી વધુ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : દેશમાં અનલોક-૧માં આજે ગુરૂવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન અત્યારસુધીમાં સૌથી વધુ ૧૧૧૫૬ કેસો બહાર આવતાં કોરોના દર્દીઓની સંખ્યા કૂદકે ભૂસકે વધીને ૨,૮૭,૧૬૫ થઈ ગઈ છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૭ લોકોના મૃત્યુ. સાથે જ અત્યાર સુધીમાં કુલ ૮,૧૦૨ લોકોના મોત થયા છે.
તો બીજી તરફ દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીંયા ૧૫૦૧ દર્દી મળ્યા હતા. મંગળવારે ૧૩૬૬ દર્દી મળ્યા હતા. એટલે કે મંગળવારથી અત્યાર સુધી લગભગ ૧૦ ટકાનો વધારો જાવા મળ્યો છે. સાથે જ દેશના સૌથી પ્રભાવિત ૬ રાજ્યોમાંથી દિલ્હીનો રિકવરી રેટ ૩૭.૫૨% છે, જે સૌથી ઓછો છે. દેશની આંકડાકિય માહિતી મુજબ, આ પહેલા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૧૫૬થી વધારે દર્દીઓ મળ્યા હતા. સાથે જ ૭ જૂને સૌથી વધારે ૧૦ હજાર ૮૮૪ કોરોના પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે તે સંક્રમિતોના મામલામાં દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે. અહીંયા ગુરુવાર સવાર સુધી યુપીમાં ૧૧ હજાર ૬૧૦ કેસ થઈ ગયા હતા.સૂત્રોએ વધુમાં ક કે, આ સાથે જ સારી બાબત એ છે કે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે ૬૩૨૬ દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી દેશમાં ૧ લાખ ૪૦ હજાર ૯૭૯ સંક્રમિત સાજા થયા છે. તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં અત્યાર સુધી ૧૦ હજારથી વધારે કેસ થઈ ગયા છે. મધ્યપ્રદેશ દેશનું સાતમું એવું રાજ્ય બની ગયું છે, જ્યાં હવે સૌથી વધારે કેસ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યાં પ્રમાણે બુધવારે દેશને પહેલી વખતે એક દિવસમાં સૌથી વધારે ૯૯૯૬ પોઝિટિવ મળ્યા છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૭ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી ૨ લાખ ૮૬ હજાર ૫૭૯ કેસ થઈ ચુક્્યા છે. જેમાંથી ૧ લાખ ૩૭ હજાર ૪૪૮ એÂક્ટવ કેસ છે અને એક લાખ ૪૧ હજાર ૨૯ દર્દી સાજા થઈ ચુક્્યા છે. સાથે જ અત્યાર સુધી ૮૧૦૨ લોકોના મોત થયા છે.
ઈન્ડયન કાઉન્સલ ઓફ મેડિકલ રિસર્ચ(ૈંઝ્રસ્ઇ)એ ગુરુવારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૫૧ હજાર ૮૦૮ સેમ્પલની તપાસ કરાઈ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.