નેપાળમાં બસ નદીમાં ખાબકી, 7 ભારતીયોના મો; 50 લોકો ગાયબ
નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદન-અશિર્તા હાઈવે પર આજે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં પડી ગઈ છે. આ ઘટનામાં 7 ભારતીયોના મોત થયા છે. જ્યારે 50 લોકો ગુમ હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ પ્રશાસનને મદદ કરી રહ્યા છે. “પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ 63 લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે બની હોવાનું કહેવાય છે.
નારાયણ ઘાટ પાસે અકસ્માત
શુક્રવારે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર સિમલતાલમાં ભૂસ્ખલન બાદ આ ઘટના બની હતી. જેમાં બે પેસેન્જર બસો ધોવાઈ જતાં ઓછામાં ઓછા 60 લોકો ગુમ થઈ ગયા છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર, કાઠમંડુ જતી એન્જલ ડીલક્સ અને ગણપતિ ડીલક્સ સવારે 3.30 વાગે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે કાઠમંડુ જતી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. એક અલગ અકસ્માતમાં, તે જ રોડ પટના 17 કિલોમીટરમાં બીજી પેસેન્જર બસ પર પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.