કેરળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ ૯ જિલ્લામાં યલો એલર્ટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તિરુવનંતપુરમ્‌ : કેરળમાં નૈઋત્યના ચોમાસાએ દસ્તક દઇ દીધી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન કેરળ પહોંચી ગયું છે. સ્ડ્ઢના ઉપ મહાનિર્દેશક આનંદ કુમાર શર્માએકે આજે કેરળમાં ચોમાસાનું આગમન થયું. લો પ્રેશર સર્જાતા ૩-૪ તારીખની વચ્ચે દાદરા નગર હવેલી, નોર્થ કોંકણ, નોર્થ મધ્ય મહારાષ્ટ, દીવ દમણમાં વરસાદ પડશે. અહીં લોકોએ સાવધાની રાખવી પડશે. ૨ જૂન અને ૫ જૂન વચ્ચે મહારાષ્ટ અને ગુજરાતના તટ પર ઉંચા મોજા ઉછળે તેવી શક્્યતા છે. તેની ઉંચાઈ ૧૨થી ૧૬ ફૂટ સુધીની હોઈ શકે છે. જ્યારે તેની સ્પીડ ૬૦થી ૯૦ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્્યતા છે. ત્યારપછી આ ઓછા દબાણવાળો વિસ્તાર નિસર્ગ ચક્રવાતમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.
ચોમાસાએ નક્કી કરેલા સમયે કેરલમાં એન્ટ્રી કરી છે. મહત્વનું છે કે કેરલમાં થોડા દિવસથી પ્રી મોનસૂન વરસાદ થતો રહ્યો છે. રાજધાની તિરૂવનંતપુરમમાં આજે ભારે વરસાદ થયો છે. કેરલમાં ભારે વરસાદ સાથે ભારતીય હવામાન વિભાગએ રાજ્યનાં ૯ જિલ્લાઓને યલો એલર્ટ જારી કરી દીધેલ છે. હવામાન વિભાગે કરેલનાં તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપુઝ્ઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરી દીધેલ છે. કેરલનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થઇ ગયો છે જેને લીધે તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર તિરૂવનંતપુરમમાં દિવસનું તાપમાન ૨૫ ડિગ્રી સુધી ચાલ્યું ગયું છે. કેરલનાં દક્ષિણ કિનારાનાં વિસ્તારો અને લક્ષદ્રીપમાં છેલ્લાં ચાર દિવસોથી સતત વરસાદ થઇ રહ્યો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.