કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: ધર્માંતરણ વિરોધી કાયદો થશે રદ, કેબિનેટે પ્રસ્તાવ મંજૂર કર્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે ગત ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય કેબિનેટ તરફથી આ મુદ્દે ગુરૂવારે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.

રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચકે પાટીલે જણાવ્યુ કે પ્રસ્તાવને આજે રાજ્ય કેબિનેટની મંજૂરી મળી ગઈ. ગત ભાજપ સરકારે એક વટહુકમના માધ્યમ પહેલા આને લાગુ કર્યો હતો બાદમાં આને ગૃહમાં લાવવામાં આવ્યો હતો. સાથે જ તેમણે કહ્યુ કે મંત્રીમંડળે શાળાના ઈતિહાસના પુસ્તકોમાંથી કેબી હેડગેવાર સાથે જોડાયેલા પ્રકરણને હટાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કેબી હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક હતા. તેમની સાથે જોડાયેલા પ્રકરણોને ગયા વર્ષે પુસ્તકમાં સામેલ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે ધર્માંતરણ વિરોધી કાયદો બસવરાજ બોમ્મઈ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. લાલચ, બળજબરી, બળ, કપટપૂર્ણ માધ્યમો, અને સામૂહિક ધર્માંતરણ દ્વારા ધર્માંતરણ અટકાવવાનો ઉદ્દેશ ધરાવતા આ ખરડાને ડિસેમ્બર 2021માં કર્ણાટક વિધાનસભાએ અપનાવ્યો હતો. ત્યારબાદ સરકારે બિલને અમલી બનાવવા માટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો હતો. આ વટહુકમને કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 17 મે, 2022ના રોજ મંજૂરી આપી હતી. તે પછી તેને છ મહિનાની અંદર વિધાનસભા દ્વારા મંજૂરી આપવાની જરૂર હતી. આ ખરડો સપ્ટેમ્બરમાં વટહુકમને બદલવા માટે રજૂ કરવામાં આવ્યો હતો જે અમલમાં હતો અને વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.