મણિપુરના જીરીબામમાં અજાણ્યા બદમાશોએ સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રવિવારે, મણિપુરના જીરીબામમાં સશસ્ત્ર હુમલાખોરોએ સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો ત્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નો એક જવાન માર્યો ગયો અને અન્ય ત્રણ ઘાયલ થયા.

મણિપુરના જીરીબામમાં અજાણ્યા સશસ્ત્ર બદમાશોએ CRPF અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલો એમ્બ્યુશમાં કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં એક CRPF જવાન શહિદ થયાના સમાચાર મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બદમાશોએ આ હુમલો આજે એટલે કે 14 જુલાઈના રોજ સવારે 9.40 વાગ્યે કર્યો હતો. મળતી માહિતી મુજબ સીઆરપીએફની 20 બટાલિયન અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એકસાથે ઓપરેશનમાં રોકાયેલી હતી. દરમિયાન, બદમાશોએ સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો. હુમલા સમયે લગભગ ત્રણ સૈનિકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સિવાય CRPF ના એક જવાનનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.

પોલીસ અહેવાલ મુજબ, સંયુક્ત સુરક્ષા ટીમ 13 જુલાઈના રોજ થયેલી ગોળીબારની ઘટના સાથે સંબંધિત સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે જીરીબામ જિલ્લા પોલીસ સ્ટેશન હેઠળના મોનબુંગ ગામની નજીક જઈ રહી હતી. શહીદ જવાન ક્યાંનો વતની?: હુમલામાં શહીદ થયેલો જવાન સીઆરપીએફનો ભાગ હતો. આ દરમિયાન જીરીબામ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર (SI) સહિત રાજ્યના ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. શહીદ થયેલા CRPF જવાનની ઓળખ બિહારના રહેવાસી અજય કુમાર ઝા (43) તરીકે થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.