ચીનના દેવામાંથી એશિયાને છોડાવવા જાપાને ઘડયો નવો પ્લાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જાપાનની નવી સરકારે ચીનના દેવાની જાળમાંથી છુટકારા માટે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. જાપાને ચીનના વર્ચસ્વને ઘટાડવા માટે પોતાના મજબૂત અર્થતંત્રને હથિયાર બનાવ્યું છે. જાપાને સૌથી પહેલાં વર્ષના અંતમાં ચીનના દેવાના ડુંગર નીચે દબાયેલા શ્રીલંકાના પ્રતિનિધિઓને ટોક્યો બોલાવ્યા છે. શ્રીલંકા પર ચીનનું કુલ 60,756 કરોડનું દેવું છે. જે શ્રીલંકાના કુલ વિદેશી દેવાના 52 ટકા થવા જાય છે. આગામી બેઠકમાં શ્રીલંકા ચીનના દેવાની જાળમાં વધુ ફસાય નહીં એના પર ફોકસ રહેશે. ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર હિનાટા-યામાગુચીએ કહ્યું હતું કે ચીન પોતાની ધિરાણ નીતિને લઈને ઘણું આગળ નીકળી ગયું છે. તો સાથે જ ચીન પાસેથી દેવું લેનાર અન્ય દેશોને પણ એલર્ટ કરવામાં આવશે. હાલમાં જ એવી વાત પણ પ્રકાશમાં આવી હતી કે, સોલોમન આઇલેન્ડ પણ ચીન પાસેથી લોન લેશે. જાપાને ચીન પાસેથી ધિરાણ લેવા બદલ શ્રીલંકાને ઘણી ચેતવણીઓ આપી હતી છતાં પણ શ્રીલંકા સરકારે ચીન સરકાર પાસેથી હંબનટોટા પોર્ટ માટે 9,130 કરોડનું ધિરાણ લીધું હતું. પરંતુ હજુ સુધી શ્રીલંકા આ નાણાં ચૂકવી શક્યું નહીં. પરિણામે 2017માં એક ચીની કંપનીએ પોર્ટને 99 વર્ષની લીઝ પર મેળવી લીધું. નેપાલમાં 70 કિમી ટ્રેકનો ખર્ચ 39,840 કરોડ રૂપિયા છે. જાપાનનાં વિવિધ અખબારના રિપોર્ટ અનુસાર, જાપાન સરકારે નેપાળ સરકારનો સંપર્ક કરીને આ રેલવે પ્રોજેક્ટ માટે ચીન પાસેથી ધિરાણ નહીં લેવા સમજાવ્યું હતું. ત્યારે જો અન્ય દેશોની વાત કરીએ તો, પાકિસ્તાનને હજુ પણ ચીનનો મોહ છે. પીએમ શાહબાઝે હાલના ચીન પ્રવાસ દરમિયાન ચીનનું ચલણ યુઆનમાં મની એક્સચેન્જનો પ્રસ્તાવ આપ્યો હતો. તે સીપેક પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.