જમ્મુ-કાશ્મીર : શોપિયાના રેબન ગામમાં 3 આતંકવાદી ઠાર, 20 દિવસમાં 8 આતંકવાદીનો ખાતમો કરાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબેન વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 3 આતંકવાદીને મારી પાડવામાં આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ કરી શકાઈ નથી. આ કાર્યવાહી કરવાની ફરજ ત્યારે પડી કે જ્યારે સુરક્ષા દળો તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા. તે સમયે CRPF, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.

હકીકતમાં સુરક્ષા દળોએ શોપિયાના રેબન ગામમાં આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળી હતી. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદી છૂપાયા છે. આ અગાઉ 5 જૂનના રોજ સુરક્ષાદળોએ જમ્મુના રાજૌરીના કાલાકોટમાં એક અતંકવાદીને મારી નાંખવામાં આવ્યો હતો.

5 જૂનના રોજ રાજૌરીમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. આ આતંકવાદી તે ગ્રુપનો હિસ્સો હતો કે જે કાશ્મીરના મુઘલ રોડના માર્ગે શોપિયાથી કાલાકોટ આવ્યો હતો. સુરક્ષા દળોના મતે કાશ્મીર ઘાટીમાં ચાલી રહેલા ઓપેશનને લીધે આતંકવાદી જમ્મુ સેક્ટર પહોંચ્યા હતા. આતંકવાદી પ્રવૃત્તિ સર્વોચ્ચસ્તરે હતી ત્યારે આતંકવાદી કમાન્ડર મુઘલ રોડનો ઉપયોગ કાશ્મીર ઘાટીથી ભાગી જમ્મુ આવવા કરતા હતા. સુરક્ષા દળોએ સ્પષ્ટતા કરી છે કે છેલ્લા કેટલાક મહિના દરમિયાન જ્યારે સુરક્ષા દળોએ ઘાટીમાં ટોપ કમાન્ડરનો ખાતમો કર્યો છે ત્યારથી આતંકવાદી દક્ષિણ કાશ્મીરથી તેમનો બેઝ રાજૌરીથી પુંછમાં શિપ્ટ કરી રહ્યા છે.

30 મે, કુલગામઃ વાનપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ અથડામણમાં બે આતંકવાદીને મારી પાડ્યા હતા. પોલીસે આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિષ્ફોટકો મળી આવ્યા હતા.

19 મે, શ્રીનગરઃ સુરક્ષાદળોને ડાઉનટાઉન વિસ્તારમાં હિજબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદીને મારી પાડ્યા. તેમાંથી એક જુનૈદ સહરાઈ હતી, જે અલગાવવાદી સંગઠન તહરીક-એ-હુરિયતના પ્રમુખ મોહમ્મદ અશરફ સહરાઈનો દિકરો હતો

16 મે, ડોડાઃ સુરક્ષા દળોએ ડોડાના ખોત્રા ગામમાં હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તાહિરને 5 કલાક ચાલેલી અથડામણમાં મારી નાંક્યો હતો.

6 મે, પુલવામાઃ સુરક્ષા દળોએ હિજબુલ મુજાહિદ્દીનનાટોપ કમાન્ડર રિયાઝ નાયકૂને મારી પાડ્યો હતો. તે બે વર્ષથી મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.