PM મોદીના સ્વાગત માટે ઈટલી તૈયાર, PM મેલોનીએ કરી ખાસ વ્યવસ્થા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી જવા રવાના થયા છે. G7નું આયોજન ઈટાલીના અપુલિયા શહેરમાં કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. આવી સ્થિતિમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સહિત જી7 નેતાઓનું ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ તૈયારીઓ કરી છે.
ઇટાલીના અપુલિયા શહેરને G7 નેતાઓ માટે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે G7 સમિટ આજે એટલે કે 13 જૂને શરૂ થઈ છે. આ ત્રણ દિવસીય કોન્ફરન્સ 13 જૂનથી 15 જૂન સુધી ચાલશે. ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને 14 જૂને ઈટાલી આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. પીએમ મોદીના સ્વાગત માટે ઈટાલી સંપૂર્ણ રીતે તૈયાર છે