બેરૂતમાં ઇઝરાયલે વરસાવ્યા બોમ્બ, 12 થી વધારે લોકોના મોત; 57 ઘાયલ
લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહના અડ્ડાઓને ઈઝરાયેલ સતત નિશાન બનાવી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલની વાયુસેનાએ બેરૂત અને તેની આસપાસ ઘાતક હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 12 થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલાઓમાં લેબનોનની સૌથી મોટી સાર્વજનિક હોસ્પિટલને ભારે નુકસાન થયું છે. લેબનાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપી છે.
હિઝબુલ્લાહના ઠેકાણાઓ નિશાના પર છે
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અન્ય 57 લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલામાં દક્ષિણી બેરૂતની બહાર રફીક હરીરી યુનિવર્સિટી હોસ્પિટલની સામેની કેટલીક ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈઝરાયેલની સેનાએ વિગતો આપ્યા વિના કહ્યું કે તેણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો છે. સેનાએ હોસ્પિટલને નિશાન બનાવ્યું ન હતું.
હિઝબુલ્લાએ રોકેટ છોડ્યા
હિઝબુલ્લાહે પણ મધ્ય ઇઝરાયેલમાં અનેક રોકેટ ફાયર કરીને બદલો લીધો હતો. હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી કોઈ નુકસાન થયું નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકન ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ કરવાના મિશન પર આ વિસ્તારમાં પહોંચ્યા તેના કલાકો પહેલાં આ હુમલો થયો હતો. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે લેબનોનથી ઈઝરાયેલમાં રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.