કંપનીના એમડીએ આપ્યા આ સંકેત શું Amul દૂધના ભાવમાં વધારો થવાનો છે?
દેશમાં દૂધ પર મોંઘવારીનો માર ચાલુ છે. મધર ડેરીએ ફૂલ ક્રીમ દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો જે બાદ એવી આશંકા વર્તાવાઈ રહી હતી કે શુ હવે અમૂલ દૂધ પણ ભાવ વધારશે? હવે કંપનીના એમડી આર એસ સોઢીએ આ મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે.
ભાવ વધારવાનું કોઈ આયોજન નથી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી આર એસ સોઢીએ કહ્યુ છે કે કંપનીનું પોતાના દૂધની કિંમતોમાં વધારો કરવાનું આયોજન નથી. ઉલ્લેખનીય છે કે GCMMF જ અમૂલ બ્રાન્ડનું સંચાલન કરે છે. આ વર્ષે અત્યાર સુધીમાં અમૂલ દૂધના ભાવોમાં ત્રણ વખત વધારો કરવામાં આવી ચૂક્યો છે. હવે આના ભાવમાં ફરીથી વધારો થવાની શંકાઓ વચ્ચે કંપની તરફથી આવેલુ આ નિવેદન રાહત આપનારુ છે.
અમૂલે પોતાના દૂધની કિંમતોમાં છેલ્લીવાર ઓક્ટોબર 2022માં વધારો કર્યો હતો. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ કંપનીએ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અમૂલ દૂધની કિંમતો વધારી હતી. માર્ચ 2022માં અમૂલે ભાવ વધાર્યો હતો.