આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા 15 જુલાઈ સુધી બંધ રહેશે, હરિયાણામાં આગામી સપ્તાહે મોલ ખુલશે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 91 હજાર 861 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. દરમિાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ શુક્રવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા 15 જુલાઈ સુધી બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમયે 23 માર્ચના રોજ ઉડ્ડયન સેવા બંધ કરવામાં આવી હતી.
બીજી બાજુ આસામે ગુવાહાટી અને કામરૂપ જિલ્લામાં 14 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. અહીંયા 28 જૂનની મધરાતે લોકડાઉન લાગુ થશે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું કે, રાજધાનીમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યા અંગે ગભરાવાની જરૂર નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યું કે, રાજધાનીમાં કોરોના સંક્રમતોની સંખ્યા દરરોજ લગભગ ત્રણ હજાર વધી રહી છે. ટેસ્ટ વધારે થઈ રહ્યા છે, એટલા માટે કેસ વધી રહ્યા છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, સ્થિતિ નિયંત્રણમાં છે. દિલ્હીમાં પણ સ્થિતિ નિયંત્રમાં છે.
કેજરીવાલે કહ્યું કે, કોરોના દર્દીઓ માટે હાલ બેડની અછત નથી. તેમણે કહ્યું કે, 13500 બેડ હાલ છે અને બુરાડી હોસ્પિટલમાં વધુ 400 બેડ વધારવાની મંજૂરી આપી છે, પણ આવનારા સમયમાં આપણે સૌથી વધારે વેન્ટીલેટરની જરૂર પડશે.
તો બીજી બાજુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 91 હજાર 869 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં 80 હજાર દર્દી વધ્યા હતા. જેમાંથી માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50701 પોઝિટિવ મળ્યા હતા. આ સંખ્યા 70% વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં 19536, દિલ્હીમાં 17304 અને તમિલનાડુમાં 14131 સંક્રમિત મળી આવ્યા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ 18 હજાર 183 સંક્રમિત વધ્યા અને 13 હજારથી વધુ સાજા થયા હતા. મહારાષ્ટ્રમાં પણ રેકોર્ડ 4841 પોઝિટિવ મળ્યા હતા. હવે અહીંયા 1.47 લાખથી વધારે દર્દી થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 6931 લોકોએ જીવ ગુમાવ્યા છે, ડેથ રેટ 4.69% છે. મુંબઈમાં 117 ફાયરકર્મી સંક્રમિત થયા છે. પૂણેના પિંપરી ચિંચવાડમાં મહિનાભરમાં કોરોનાના 700% કેસ વધી ગયા છે.