આઝાદી પછી ભારતમાં પ્રથમ મહિલાને ફાંસી થશે, પ્રેમ માટે પરિવારના 7 સભ્યોનાં ગળાં કાપી નાખ્યાં હતાં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ-પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહાની રહેનારી મહિલા શબનમે અપાઈ શકે છે. તેણે એપ્રિલ 2008માં પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ પરિવારના 7 સભ્યોની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. મથુરા જેલ-પ્રશાસનને દોરડાનો ઓર્ડેર આપ્યો છે. નિર્ભયાકાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાંસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમે ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે.

જોકે દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. એ પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિભવને તેની અરજીને ફગાવી દીધી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે, જેને ફાંસી આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસી ઘર એકમાત્ર છે, જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.

મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યારસુધીમાં અહીં કોઈપણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી નથી. વરિષ્ઠ જેલ-અધિક્ષકના જણાવ્યા મુજબ, હાલ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી. જોકે અમે તૈયારી શરૂ કરી દીધી છે. દોરડા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. ડેથ વોરન્ટ ઈસ્યુ થતાં જ શબનમ-સલીમને ફાંસ આપવામાં આવશે. જોકે સલીમને ફાંસી ક્યાં આપવામાં આવશે એ હજી નક્કી કરવામાં આવ્યું નથી.

અમરોહાના ગામ બાવનખેડીમાં વર્ષ 2008ની 14-15 એપ્રિલ દરમિયાન થયેલી ઘટનાને કોઈ ભૂલ્યું નથી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે પોતાના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના પિતા માસ્ટર શૌકત, મા હાશમી, ભાઈ અનીસ અને રશિદ, ભાભી અંજુમ અને પિતરાઈ બહેન રાબિયાની કુહાડીથી હત્યા કરી દીધી હતી. ભત્રીજા અર્શનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.