એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, 100 મેડલ કન્ફર્મ – હોકી ટીમે પણ જીત્યો ગોલ્ડ મેડલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન જારી છે. ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત ભારતના 100 મેડલ કન્ફર્મ થયા છે. 1951થી રમાઈ રહેલી રમતોની વાત કરીએ તો ભારત પ્રથમ વખત 100 મેડલના આંકડા સુધી પહોંચ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 91 મેડલ જીત્યા છે જ્યારે 9 મેડલ કન્ફર્મ છે.

આજે ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતે જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ કબજે કર્યો હતો. ભારત તરફથી મનપ્રીત સિંહ (25મી મિનિટ), અમિત રોહિદાસ (36મી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (32મી મિનિટ), અભિષેક (48મી મિનિટ) અને હરમનપ્રીતે (59મી મિનિટ) ગોલ કર્યા હતા.

ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં 21 ગોલ્ડ, 33 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ ઉપરાંત તીરંદાજીમાં 3, કબડ્ડીમાં 2 અને બેડમિન્ટન, બ્રિજ, ક્રિકેટ અને હોકીમાં એક-એક મેડલ નિશ્ચિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.