ભારત સરકારે કાશ્મીરમાં તૈનાત કર્યું ‘ડીફેન્સ ઓફ ધ નોર્થ’, ચીન અને પાકને આપશે જડબાતોડ જવાબ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાડોશી દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતે પોતાની સૈન્ય શક્તિને વધુ મજબૂત કરી છે. પાકિસ્તાન અને ચીનની ધમકીઓનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે શ્રીનગર સૈન્ય મથક પર વધુ શક્તિશાળી ફાઈટર જેટ તૈનાત કર્યા છે. ભારતે મિગ-29 ફાઈટર જેટની સ્ક્વોડ્રન તૈનાત કરી છે. આ નવી સ્ક્વોડ્રનને ‘ઉત્તરનો તારણહાર’ માનવામાં આવે છે, જે હાલમાં શ્રીનગર એરપોર્ટ પર સ્થિત મિગ-21 સ્ક્વોડ્રનનું સ્થાન લેશે. આ ટુકડી પાકિસ્તાનના ખતરા પર ધ્યાન આપવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ભારતીય વાયુસેનાના પાયલોટ સ્ક્વોડ્રન લીડર વિપુલ શર્માએ જણાવ્યું હતું કે, “શ્રીનગર કાશ્મીર ખીણની મધ્યમાં આવેલું છે અને અન્ય વિસ્તારો અનુસાર તેની ઊંચાઈ મેદાની વિસ્તારો કરતા વધારે છે. આવી સ્થિતિમાં અહીં ભારે અને ઝડપી ફાઈટર જેટ રાખવાથી આપણો રિએક્શન ટાઈમ સારો રહેશે. મિગ-29 બહેતર એવિઓનિક્સ અને લાંબા અંતરની મિસાઇલોથી સજ્જ છે, જે તમામ માપદંડોને પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં, અમે બંને મોરચે દુશ્મનોનો સામનો કરવામાં સક્ષમ છીએ.

મિગ-29ને મિગ-21 કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. આ ફાઈટર એરક્રાફ્ટ કાશ્મીર ઘાટીમાં પણ પોતાની જવાબદારી નિભાવવામાં સક્ષમ હતું. 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન આતંકવાદી અડ્ડાઓને ઠાર કરવામાં પણ સફળ રહ્યું હતું. મિગ-29 હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને હવાથી જમીન પરના હથિયારોથી પણ સજ્જ છે, જે તેને ઘાતક વિમાનની શ્રેણીમાં મૂકે છે.

શ્રીનગર સૈન્ય મથક પર તૈનાત નવા મિગ-29 અંગે અધિકારીઓએ જણાવ્યું કે સંઘર્ષ દરમિયાન આ વિમાન દુશ્મનના વિમાનોની ક્ષમતાને પણ જામ કરવામાં સક્ષમ છે. આ એરક્રાફ્ટ રાત્રિના સમયે પણ આરામથી ઉડી શકે છે, સાથે જ આ એરક્રાફ્ટમાં હવાથી હવામાં રિફ્યુઅલ કરવાની ક્ષમતા પણ છે, જે તેની રેન્જને લંબાવે છે. જાન્યુઆરીમાં શ્રીનગર લાવવામાં આવેલા મિગ-29 ફાઇટર એરક્રાફ્ટે લદ્દાખ સેક્ટર તેમજ કાશ્મીર ખીણમાં ઘણી ઉડાન ભરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.