પંજાબના ચંડીગઢ એરિયા માં ડ્રગ્સ ઘુસાડતુ ડ્રોન તોડી પડાયું ભારતીય સેના
પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં શનિવારે બીએસએફએ માદક દ્રવ્યોની હેરાફેરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ૨૫ કિલોગ્રામ હેરોઈન ઝડપી પાડયો હતો. આ વિશે જાણકારી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, સંદિગ્ધો પર બીએસએફએ ગોળીબાર કર્યો હતો પણ તેઓે ભાગવામાં સફળ રહ્યા હતાં.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બીએસએફને શુક્રવારે મોડી રાત્રે પંજાબના ચૂડીવાલા ચુસ્તી ગામમાં પાકિસ્તાની ડ્રોનના ભારતમાં પ્રવેશ કરવાનો અવાજ સાંભળાયો હતો, ત્યારબાદ બીએસએફ જવાનોએ ડ્રોનની દિશામાં ગોળીબાર કર્યો હતો. પણ તે પાકિસ્તાન જવામાં સફળ રહ્યું હતું. આ ડ્રોનના માધ્યમથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ૨૫ કિલો હેરોઈન ભારત મોકલવા માંગતા હતા.
બીએસએફએ જણાવ્યું કે, ત્રણ થી ચાર જેટલા ડ્રગ્સ માફિયાઓ ડ્રોનના માધ્યમથી ફેકવામાં આવેલા હેરોઈનને લેવા માટે આવ્યા હતા. પરંતુ, બીએસએફએ તેમની પર ગોળીબાર કરતા તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. સુરક્ષા એજન્સીએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન બાદ ૭.૫ કિલોના ૯ હેરોઈનના પેકેટ મળી આવ્યા હતા.
આ ૯ પેકેટને ભૂરા રંગની શાલમાં લપેટીને રાખવામાં આવ્યા હતા. આ સિવાય બીએસએફને એક પિસ્તોલ અને ૫૦ કારતૂસ મળી આવ્યા હતાં. આ પહેલા બીએસએફએ સોમવારે અમૃતસર અને તરનતરાન જિલ્લામાં પાકિસ્તાન સીમા પાસે ૧૦ કિલો હેરોઈન લઈને ભારતની સીમામાં દાખલ થયેલા ડ્રોનને તોડી પાડયા હતા.