ભારતીય સૈન્ય એલર્ટ ચીને લદ્દાખ સરહદે યુદ્ધ હથિયારો અને સૈનિકો વધાર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય સૈન્ય વડા જનરલ મનોજ પાંડેએ ૧૨મી નવેમ્બરના રોજ જાહેરમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે ચીન એલએસીની સાથે સાથે પોતાના ઢાંચાનો પણ વિકાસ કરી રહ્યું છે. લદ્દાખમાં કબજા વાળા અક્સાઇ ચીનમાં ચીની સૈનિકોની સંખ્યામાં કોઇ ખાસ ઘટાડો નથી થયો. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય સૈન્યના અધિકારીઓએ જણાવ્યું છે કે શિયાળાનો સમય શરૂ થઇ ગયો હોવાથી ચીની સૈન્યની અવર જવર વધવાની શક્યતાઓને પગલે સૈન્યને એલર્ટ કરી દેવાયું છે.
દરમિયાન ચીન સરહદે ભારતીય સૈન્યને વધુ મજબુત બનાવવામાં આવી રહ્યું છે. હાલ આગામી કેટલાક વર્ષોમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા ચીન સરહદે આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાના રડારને ફીટ કરવામાં આવી શકે છે. ચીનના એરફોર્સ પર નજર રાખવામાં આ રડારનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને લદ્દાખ સેક્ટરમાં આ રડારને લગાવવામાં આવશે. જેમાં ચીની વિમાન, એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર અને ડ્રોન વગેરે પર પણ નજર રાખી શકાશે.
સંરક્ષણ મંત્રાલય આ રડારની ખરીદી માટેના એર ફોર્સના પ્રસ્તાવને આગળ વધારી રહી છે. જેમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. આ પ્રસ્તાવને મંજૂરી આપવાની કામગીરી આગળ વધી રહી છે. એવા અહેવાલો છે કે ગુજરાત, પંજાબ અને રાજસ્થાન તેમજ જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં સરહદે હાલ જે રડારનો ઉપયોગ કરવામાં આવે છે તેનું પરીણામ સારુ મળી રહ્યું છે પણ પહાડી વિસ્તારો હોય તેવી સરહદોએ વધુ સારા રડારની જરૂર પડી રહી છે. તેથી હવે જે રડાર ખરીદવામાં આવશે તેમાં અરુણાચલ, લદ્દાખ જેવા પહાડી વિસ્તારોને ધ્યાનમાં રાખીને કરાશે.
હાલમાં જ લદ્દાખમાં ચીન સૈનિકો દ્વારા શાંતી ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભારતે ચીનને આ મુદ્દે ટકોર કરી હતી, તેથી હાલ ચીની એરફોર્સ દ્વારા ભારતના આરોપો મુદ્દે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લદ્દાખના પોતાના વિસ્તારમાં ચીન એરફોર્સ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં ચીની સૈનિકોના વિમાન ઘુસી આવ્યા હતા, કોઇ સાધારણ વિમાન નહીં પણ યુદ્ધ વિમાન હતા. જોકે બાદમાં આ મામલાને શાંત પાડી દેવામાં આવ્યો હતો, મોટા ભાગે ચીન સરહદે ઠંડીની સીઝનમાં ચીની સૈનિકો લદ્દાખ વિસ્તારોમા ંજોવા મળતા હોય છે તેથી આ વર્ષે ભારતીય સૈન્ય એલર્ટ થઇ ગયું છે.
એક રિપોર્ટ અનુસાર લદ્દાખ સરહદે ચીની સૈન્ય દ્વારા અટકચાળો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચીનના કબજા વાળા ભારતીય વિસ્તારો જેમ કે અક્સાઇ ચીનમાં સૈન્યની સંખ્યા વધારી દેવામાં આવી છે. જેમાં રોકેટ, આર્મર, યુદ્ધ હથિયારો, મિસાઇલ સપોટ રેજિમેંટની સાથે સૈન્યના બે ડિવીઝન અને બોર્ડર ગાર્ડ ડિવીઝનનો પણ સમાવેશ થાય છે. ભારતીય સૈન્ય પણ પૂર્વી લદ્દાખમાં કવચ અને સહાયક દળની સાથે મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવી છે અને હાલ એલર્ટ પર છે. ભારત કોઇ પણ પ્રકારના યુદ્ધ જેવા અટકચાળાનો પણ જવાબ આપવા માટે તૈયાર છે. સૈન્યને એ રીતે જ તૈયાર કરી દેવાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.