ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે, કેબિનેટે આપી મંજુરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે. PMની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજુરી આપી દીધી છે. મિસાઈલના નિકાસને ઝડપથી મંજુરી દેવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

આકાશ મિસાઈલ સિસ્ટમ 96%થી વધારે સ્વદેશકરણ સાથે દેશની મહત્વપૂર્ણ મિસાઈલોમાંથી એક છે. આકાશ એક મધ્યમ અંતરની જમીનથી હવામાં હુમસો કરનારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. જેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. તેની રેંજ 25 કિમી છે. નિકાસ કરવા માટે બનાવવામાં આવેલી આકાશ મિસાઈલનું વર્ઝન વર્તમાન ભારતીય સશસ્ત્ર દલો સાથે તૈનાત સિસ્ટમથી જુદું હશે.

રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, નિકાસ કરવામાં આવનારી મિસાઈલ સિસ્ટમ વર્તમાન ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલા વર્ઝનથી અલગ હશે.

તેમણે કહ્યું, મંત્રીમંડળના આ નિર્ણયથી દેશને પોતાના રક્ષાઉત્પાદનોને સારા બનનાવવા અને તેને વિશ્વસ્તરે પ્રતિસ્પર્ધિ બનાવવામાં મદદ મળશે. ભારત સરકારે 5 બિલિયન અમેરીકી ડોલરના ડિફેન્સ એક્સપોર્ટના લક્ષ્યને સાધવા અને મૈત્રીપૂર્ણ દેશોની સાથે રણનૈતિક સંબંધો સારા બનાવવા માટે આ પગલું ભર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.