ભારતની વસ્તી વધુ હોવા છતાં કોરાના દેશને વિદેશો જેટલું નુકસાન કરી શકયો નથી

રાષ્ટ્રીય

દેશમાં સતત વધી રહેલા કોરોનાના કહેરની વચ્ચે આજથી બે દિવસ સુધી કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ, ચંદીગઢ સહિત પહાડી અને પૂર્વોતરના રાજ્યોની સાથે બેઠક કરી રહ્યાં છે. આજે તે રાજ્યો સાથે બેઠક થઈ રહી છે, જ્યાં કોરોનાના કેસ ઓછા છે. કાલે તે રાજ્યોની સાથે બેઠક થશે, જ્યાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચંદીગઢ, ઉતરાખંડ, હિમાચલ, લદ્દાખ, ઝારખંડ, છત્તીગઢ, ગોવા, કેરળ, પુડુચેરી, અસમ, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, નાગાલેન્ડ, અંદમાન-નિકોબાર, દાદરા-નગર હવેલી અને દમણ દીવ, લક્ષદીપના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યાં છે.કોરોના સંકટ પર મોદી માર્ચથી સતત રાજ્યો સાથે ચર્ચા કરી રહ્યાં છે. આજે છઠ્ઠી બેઠક થશે. આ પહેલા ૨૦ માર્ચ, ૨ એપ્રિલ, ૧૧ એપ્રિલ, ૨૭ એપ્રિલ અને ૧૧ મેના રોજ વીડિયો કોન્ફોરન્સિંગ થયું હતું.

સૌથી વધુ અસરગ્રસ્ત ૧૫ રાજ્યો સાથે કાલે વાત કરાશે
મોદી સતત બે દિવસ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. બુધવારે મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉતર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિત ૧૫ રાજ્યો સાથે વાત થશે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ ૧ લાખ ૧૦ હજાર ૭૪૪ કેસ છે. દિલ્હીમાં પણ કેસ ઝડપથી વધી રહ્યાં છે.

સરકારે દેશમાં એક જૂનથી અનલોક-૧ની શરૂઆત કરી હતી. શરતોની સાથે ગત સપ્તાહથી હોટલ-રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ શરૂઆત થઈ ગઈ છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ કોરોના સંક્રમણને રોકવું અને ઈકોનોમિને ગતિ આપવી એમ બે પડકારો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩.૪૩ લાખથી વધુ થઈ ગઈ છે. સોમવારે ૧૦ હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બીજ તરફ એક જ દિવસમાં ૧૦ હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૯ હજાર ૯૧૫ લોકોના મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાના દર્દીઓને સુવિધા ન મળી રહી હોવાની અને લાશોને કચરામાં ફેંકી દેવાની ફરિયાદો મળી રહી હતી. તેને જોતા સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. દિલ્હીની સ્થિતિ પર મોદીએ શનિવારે તેમના મંત્રીઓ અને સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પછીના દિવસે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટિનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે બેઠક કરી હતી. સોમવારે ગૃહ મંત્રી અમિત શાહે ઓલ પાર્ટી મીટિંગ પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.