ભારતે ઘૂસણખોરી અટકાવવા વધુ 3 હજાર સૈનિક ગોઠવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરીને અટકાવવા માટે ભારતીય લશ્કર સાવધાન છે. સેનાએ લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) પર ચોકસાઈ વધારવા માટે વધારાના ત્રણ હજાર સૈનિક ગોઠવ્યા છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વધારાના બ્રિગેડની ઉપસ્થિતિને લીધે ઘણાં સારાં પરિણામો સામે આવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન આ વર્ષે આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવામાં સફળ નીવડી નથી. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે ઓક્ટોબર તથા નવેમ્બરમાં જ્યારે બરફ પડશે ત્યારે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવામાં આવી શકે છે. સેનાએ તાજેતરમાં જ ઉત્તરી કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પણ તેની વધારાના સૈનિકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં LOC પાસે ગોઠવ્યા છે.

રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે શનિવારે રાજ્યસભામાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને છેલ્લા 8 મહિનામાં LOC પર 3 હજાર 186 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. છેલ્લાં 17 વર્ષમાં આ પ્રથમ વખત આટલી બધી વખત ઘટના બની છે. 1લી જાન્યુઆરીથી 31મી ઓગસ્ટ સુધી જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ક્રોસ બોર્ડર ફાયરિંગની 242 ઘટના સામે આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.