ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ રેલવે જોડાણ શરૂ; મોદીએ કહ્યું – ‘પાડોશી પહેલા’ પોલિસીમાં બાંગ્લાદેશ મહત્વપૂર્ણ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. બંનેએ સંયુક્તપણે ચિલહટી-હલ્દિવાડી રેલ્વે લિન્કનું ઉદ્ઘાટન કર્યું હતું.આ સાથે જ 1965 પહેલાં ચાલુ કરવામાં આવેલ 6 માંથી 5 રેલવે જોડાણ ફરીથી શરૂ થઈ જશે.

બાંગ્લાદેશ, 1971ના યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આથી જ આ વર્ચુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોદીએ કહ્યું કે બાંગ્લાદેશના વડાપ્રધાન કોરોના સામેની લડતમાં ખૂબ હિંમત બતાવી છે. આરોગ્ય સેવાઓ અંગે બંને દેશો વચ્ચે સારો સહયોગ છે. ભારત કોરોનાની વેક્સિનને લઈને બાંગ્લાદેશને તમામ સંભવિત રીતે મદદ કરશે. આપણા ‘પાડોશી પહેલા’ (Neighbour First) નીતિનો બાંગ્લાદેશ એ મહત્વપૂર્ણ ભાગ છે.

બંને નેતાઓએ ‘બંગબંધુ-બાપુ’ ડિજિટલ પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે મારા માટે ગર્વની વાત છે કે મેં મહાત્મા ગાંધી અને શેઠ મુજીબુર્રરહેમાન પર બનેલા ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું છે. બંને દેશોના યુવાનો આ મહાન હસ્તીઓ પાસેથી પ્રેરણા લેતા રહેશે. જ્યારે, હસીનાએ 1971ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે હું ભારત સરકાર અને લોકોની આભારી છું, જેમના સમર્થનથી અમને આઝાદી મળી.

ચીલ્હટી-હલ્દિવાડી રેલ્વે લિન્ક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. તે ફરી શરૂ કરવામાં આવી છે. આ લિન્ક ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધ દરમિયાન બંધ કરવામાં આવી હતી. આ લિન્કની શરૂઆતની સાથે જ બાંગ્લાદેશથી આસામ અને બંગાળ વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થશે. શરૂઆતમાં આ લિન્કનો ઉપયોગ માલસામાન લાવવા-મોકલવા માટે કરવામાં આવશે, બાદમાં મુસાફરોની સેવા શરૂ થઈ શકે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.