ઈન્ડિયા : કોરોના ૪૯,૫૭૭કેસ, મૃત્યુઆંક-૧,૬૯૭ : BSFના વધુ ૮૫ જવાન કોરોના પોઝિટિવ, હવે સંક્રમિતો જવાનોની સંખ્યા ૧૫૪ થઈ
રખેવાળ, નવી દિલ્હી.
દેશમાં અત્યાર સુધી ૪૯,૫૨૦લોકો સંક્રમિત થયા છે અને ૧,૬૯૪ લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં ૧૪,૧૪૨ લોકો સાજા થયા છે.આ સાથે જ તેલંગાણા સરકારે લોકડાઉન ૨૯ મે સુધી વધારવાનો નિર્ણય લઈ લીધો છે. આ તમામ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
સુરક્ષા બળના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે, વધુ ૮૫ જવાન કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સાથે જ સંક્રમિત જવાનોની સંખ્યા ૧૫૪ થઈ ગઈ છે.સાથે જ બે જવાન સાજા થયા છે.
UPમાં હોસ્પિટલમાંથી ભાગવા પર ૧થી૩ વર્ષની સજા
બુધવારે કર્ણાટક સરકારે ૧૬૧૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ કેરળ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા દર્દીઓની વ્યક્તિગત માહિતી લીક થવાની આશંકા છે. કોર્ટ આ અંગે ધ્યાન દોરે અને સરકારને દિશા નિર્દેશ આપેય જો કે, કોર્ટ આ કેસમાં આગામી સુનાવણી ૧૧ મેના રોજ કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકારને પુછ્યું કે ૧૭ મે બાદ શું થશે અને લોકડાઉન ક્યાં સુધી ચાલશે? તેમણે પુછ્યું કે, ભારત સરકાર આ નક્કી કરવા માટે કયો માપદંડ અપનાવી રહી છે.
તેલંગાણા સરકારે લોકડાઉન ૨૯ મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી કેસીઆરએ કહ્યું કે, લોકોના જીવ બચાવવા માટે આ પ્રતિબંધ જરૂરી છે અમે કોઈ પણ સ્થિતિ સામે લડવા તૈયાર છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સીન તૈયાર કરવા અંગે મંગળવારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી છે. ત્યારબાદ સરકાર તરફથી જણાવાયું છે કે અત્યારે ૩૦થી વધારે વેક્સીન અંગે શોધ ચાલી રહી છે. જેમાંથી ઘણા ટેસ્ટિંગ સ્ટેજમાં છે. મોદીએ કોરોનાની ટેસ્ટિંગના ઉપાય અને વેક્સીન માટે હૈકાથોકનું સૂચન આપ્યું છે.
ગૃહ મંત્રાલય સુધી કોરોના પહોંચ્યો, MHAના કંટ્રોલ રૂમ નંબર-૧ને સીલ કરાયો