IND VS SL, 1ST T20 : ભારતે ટૉસ જીત્યો, શ્રીલંકાની પહેલી બેટિંગ, મેચ પર વરસાદનું વિઘ્ન
ભારત અને શ્રીલંકાની વચ્ચે ત્રણ મેચોની ટી-૨૦ સીરિઝનો પહેલો મુકાબલો ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને શ્રીલંકાને પહેલી બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ કમોસમી વરસાદના કારણે મેચમાં વિલંભ થયો છે.
જોકે નવા વર્ષમાં શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં તમામ પ્રશંસકોની નજર ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર જસપ્રીત બુમરાહના પ્રદર્શન પર રહેશે. પીઠના સ્ટ્રેસ ફેક્ચરના કારણે ચાર મહિના સુધી બહાર રહેલા બુમરાહને લઈને ભારતીય ટીમ માટે ઘણો મહત્વપૂર્ણ બોલર છે અને આ વર્ષે યોજાનાર ટી-૨૦ વિશ્વકપને જોતા બુમરાહને સાચવીને રમવા માટે જણાવવામાં આવી રહ્યું છે.