મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં 32 મૃતદેહો નિકળ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે સીધીથી સતના જઈ રહેલી બસ નહેરમાં ખાબકી છે. બાણસાગરની નહેરમાં મુસાફરોથી ભરેલી બસ પડી જવાથી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે.મળતી જાણકારી અનુસાર દુર્ઘટના વખતે બસમાં 60 લોકો સવાર હતા. બચાવ કામગીરી પણ હજુ ચાલી રહી છે. જ્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 5 લાખના વળતરની જાહેરાત કરી છે.

આ દુર્ઘટનાના કારણે મુખ્યમંત્રીએ ગૃહ પ્રવેશ યોજનાનો કાર્યક્રમ પણ સ્થગિત કરી દીધો છે. મુખ્યમંત્રીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે આજે અમે ઉત્સાહ સાથે 1 લાખ 10 હજાર ઘરોમાં ગૃહ પ્રવેશનો કાર્યક્રમ સંપન્ન કરવાના હતા. પરંતુ સવારે 8 વાગ્યાથી મને તે સુચના મળી કે સીધી જિલ્લામાં બાણસાગરની નહેરમાં શારદા પાટન ગામના મુસાફરો ભરેલી એક બસ નહેરમાં પડી ગઈ. મધ્ય પ્રદેશના સીધીમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી છે. રીવા-સીધી બોર્ડર નજીક ચૂહિયાઘાટી નજીક આ અકસ્માત સર્જાયો. આ બાણસાગર પ્રોજેક્ટની કેનાલ છે, જેમાં બસ પડી છે. અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેની ઓળખ હજી થઈ નથી. અત્યારે પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

ઘટના સ્થળે SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે જોડાઈ ચુકી છે. સવારે 8 વાગ્યા આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. 12થી વધારે લોકો પાણીમાંથી બહાર આવી ચુક્યા છે. બસમાં લગભગ 50 મુસાફરો સવાર હતા જેમાં બાળકો પણ સામેલ છે. નહેરમાં પાણી પણ વધારે હતું તેથી પુરી બસે પાણીમાં જળસમાધિ લઈ લીધી. દુર્ઘટના બાદ આજુબાજુના ગામવાળા લોકો આવ્યા અને અનેક લોકોને બહાર કાઢ્યા. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને અધિકારીઓ પાસેથી સમગ્ર જાણકારી લીધી અને બાણસાગર ડેમથી નહેરમાં પાણી રોકવા માટેના આદેશ આપ્યા. જેથી નહેરમાં પાણીનું સ્તર ઓછું થાય અને બચાવકાર્ય ઝડપથી થઈ શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.