બડગામમાં લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી સહિત ૩ વ્યક્તિની ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કાશ્મીરના બડગામમાં પોલીસ અને આર્મીની ૫૩મી ઇઇ યુનિટે લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી વસીમ ગનીની ધરપકડ કરી છે. તે બીરવાહનો રહેવાસી છે. વસીમ ઉપરાંત તેના અન્ય બે સહયોગીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો આતંકવાદીઓને આ વિસ્તારમાં લોજિસ્ટીક સપોર્ટ સાથે શરણ પણ આપી રહ્યા હતા.આ અગાઉ, સુરક્ષા દળોએ ૧૬ મેના રોજ બડગામના અરિજલ ખાનસૈબમાં એક સુરંગ મળી આવી હતી. આ સાથે લશ્કર-એ-તોઈબાના મદદગાર જહૂર વાની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરંગમાંથી મળી આવેલા સામાનને જોતા આવું લાગે છે કે આતંકવાદી કેટલાક દિવસો સુધી અહીં રોકાયા હતા. આ સુરંગ જહૂર વાણીના ઘરથી આશરે ૫૦૦ મીટર દૂર છે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે લંબા સમયથી આતંકવાદીઓની મદદ કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે વાણી અને તેના ચાર સહયોગી અરિજલ ખાનસૈબ વિસ્તારના રહેવાસી છે. આ તમામ લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓને લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવતા હતા. આ ગ્રુપ છેલ્લા કેટલાક મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હતું.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.