બિહારમાં ફરી એકવાર સત્તા પરિવર્તનની લહેર ઉઠવા લાગી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બિહારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવી ગયો છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું આપી દીધુ છે. આ પહેલા નીતીશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સોંપ્યું છે. બિહારમાં ફરી એકવાર સત્તા પરિવર્તનની લહેર ઉઠવા લાગી છે. નીતીશ કુમારની NDAમાં સામેલ થવાની અટકળો વધુ તેજ થવા લાગી રહી છે. આ સાથે જ નીતીશ કુમારના આ પગલાને તે ‘ઈન્ડિયા’ ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ રહ્યા છે. નીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈને 9મી વખત મુખ્યમંત્રી તરીકેના સપથ આજે લઈ શકે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.