ઘર બનાવવા મહેનત કરી ભેગા કરેલા પૈસા બેગમાં રાખ્યા, થોડા સમય પછી જોયું તો નોટો કચરો થઈ ગયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એવું કહેવામાં આવે છે કે જો સખત મહેનત અને ઈમાનદારીથી કામ કર્યાં બાદ પણ જો નસીબ સાથ ન આપે તો લોકોના સપના પૂરા થઈ શકતા નથી. આવી જ એક ઘટના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં બની, જ્યાં એક કારોબારીએ આલીશાન ઘર બનાવવા માટે ખૂબ જ પૈસા ભેગા કર્યાં, પણ તેના આ પૈસા કચરામાં તબદિલ થઈ ગયા.

કૃષ્ણા જીલ્લાના માઈલવારમમાં બિજલી જમાલય નામનો એક કારોબારી સુઅરોની ખરીદ-વેચાણનું કામ કરતો હતો. આ કારોબારમાં તેને આવક તો થતી હતી પણ તે કોઈ બેંન્કમાં રાખવાને બદલે પોતાના ઘરમાં એક બેગમાં જ રાખતો હતો. તે આ પૈસાથી પોતાના માટે એક સુંદર મકાન તૈયાર કરવાનું સ્વપ્ન ધરાવતો હતો.

જોકે આ કારોબારીએ એક દિવસ આ બેગ ખોલીને જોયું તો તેના તમામ સપના પર પાણી ફરી વળ્યું. કારણ કે બેગમાં રાખવામાં આવેલા આશરે 5 લાખ રૂપિયાને ઉધઈએ કોરી ખાધા હતા. આ જોઈને વિજલી જમાલય ખૂબ જ નિરાશ થઈ ગયો. કારણ કે મહેનતથી ભેગી કરેલી એક-એક પાઈને તે કચરો થઈ ગયેલી તેની નજર સામે જોતો હતો. આજે આ પૈસા તેના માટે કોઈ કામના રહ્યા ન હતા, કારણ કે તે તદ્દન સડીને કચરો થઈ ગયા હતા.

ત્યારબાદ કારોબારીએ વિચાર કર્યો કે આ પૈસા હવે તેના માટે કોઈ જ કામના નથી તો તેણે આ પૈસા બાળકોને વહેચી દીધા, પણ તેની કમનસીબીએ અહીં પણ પીછો છોડ્યો નહીં. બાળકોને અસલી નોટથી રમતા જોઈ કોઈએ પોલીસને સૂચના આપી દીધી.

પોલીસ તેના ઘરે પહોંચી હતી, અહીં કચરો થઈ ગયેલી નોટોથી ભરેલી બેગ જોઈને પોલીસને ભારે આશ્ચર્ય થયું હતું. હવે પોલીસે બિજલી જમાલયની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કેસ દાખલ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.