પાકિસ્તાનમાં પેટ્રોલ 30 રૂપિયા મોંઘું થતા વિફર્યા ઇમરાન ખાન

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના દબાણ સામે ઝૂકીને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે ગુરુવારે રાત્રે આની જાહેરાત કરી હતી. આ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 179.86 રૂપિયા અને ડીઝલની કિંમત 174.15 રૂપિયા થઈ ગઈ છે. શાહબાઝ સરકારના આ નિર્ણયથી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન નારાજ છે અને તેમણે ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે.

પાકિસ્તાનમાં ઈંધણના ભાવોમાં ઐતિહાસિક ભાવ વધારો

ઈમરાન ખાને કહ્યું, ‘દેશે આયાતી સરકારના વિદેશી માલિકોને ગુલામીની કિંમત ચૂકવવાનું શરૂ કરી દીધું છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 20 કે 30 રૂપિયાનો વધારો કરવાનું શરૂ કરી દીધું છે. આપણા ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ અસમર્થ અને અસંવેદનશીલ સરકારે રશિયા સાથેના અમારા 30 ટકા સસ્તા ક્રૂડ ઓઈલના સોદાને આગળ ધપાવ્યો નથી.’

ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદી ભાવ ઘટાડ્યો


પૂર્વ પાકિસ્તાની PMએ કહ્યું, ‘તેનાથી વિપરીત, અમેરિકાના રણનીતિક સહયોગી ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને 25 પાકિસ્તાની રૂપિયાનો ભાવ ઘટાડ્યો છે. હવે આપણા દેશને મોંઘવારીના વધુ એક મોટા ડોઝનો સામનો કરવો પડશે.’ ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન સરકારે આઈએમએફ પાસેથી લોન પર વાતચીત ફરી શરૂ કરવા માટે તેલની કિંમતોમાં આ ઐતિહાસિક વધારો કર્યો છે.

દેશ અને તેનું હિત અમારા માટે મહત્વપૂર્ણ

નાણામંત્રી ઈસ્માઈલે કહ્યું કે આ વધારા પછી પણ સરકારને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 56 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર આ નિર્ણયના પરિણામોથી વાકેફ છે. ઈસ્માઈલે કહ્યું, ‘અમે ટીકાનો સામનો કરીશું પરંતુ દેશ અને તેનું હિત અમારા માટે મહત્વપૂર્ણ છે. તેને સાચવવું આપણા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે જો આ પગલાં ન લેવામાં આવ્યાં હોત તો પાકિસ્તાન ખોટી દિશામાં જઈ શક્યું હોત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.